વર્ષ 2019માં દેશમાં 4,196 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું, જે પૈકી 3,692 કલાક એકલા કાશ્મીરમાં

વર્ષ 2019માં દેશમાં 4,196 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું, જે પૈકી 3,692 કલાક એકલા કાશ્મીરમાં
  • સૌથી વધુ કલાક સુધી ઈન્ટરનેટ બંધ કરવાની બાબતમાં મ્યાનમાર, ચાડ જેવા દેશો બાદ ભારત ત્રીજા નંબર પર
  • ઈન્ટરનેટ શટડાઉનને લીધે સૌથી વધારે નુકસાન ઈરાક અને સુડાનને થયું, ત્રીજા નંબર પર ભારત રહ્યું
  • ગત વર્ષ વિશ્વના 21 દેશમાં 18,225 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું, તેને લીધે રૂા.57 હજાર કરોડથી વધુ નુકસાન થયું

અનુચ્છેદ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધને લઈ શુક્રવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઈન્ટરનેટ એક્સેસ આપવું તે બંધારણની કલમ-19 અંતર્ગત લોકોનો મૂળભૂત અધિકાર છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે ઈન્ટરનેટ અનિશ્ચિત સમય સુધી બંધ કરી શકાય નહીં, પરંતુ ડિજીટલ પ્રાઈવર્સિ અને સાઈબર સિક્યોરિટી અંગે કામ કરનારી મોખરાની 10 VPN વેબસાઈટના અહેવાલ પ્રમાણે 2019માં ભારતના વિવિધ ભાગોમાં 4,196 વખત ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. તેને લીધે રૂપિયા 9,300 કરોડ કરતા વધારે નુકસાન થયું છે. સૌથી વધારે કલાક સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધની બાબતમાં મ્યાનમાર અને ચાડ દેશ બાદ ભારત ત્રીજા ક્રમ પર આવે છે. મ્યાનમારમાં 4,880 અને ચાડમાં 4,728 કલાક ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

અહેવાલ પ્રમાણે 2019માં વિશ્વના 21 દેશમાં 18225 કલાક ઇન્ટરનેટ બંધ રહ્યું. તે પૈકી 11857 કલાક ઈન્ટરનેટ અને 6,368 કલાક સોશિયલ મીડિયા પર પ્રતિબંધ રહ્યો. તેને લીધે વિશ્વના અર્થતંત્રને 57,324 કરોડ કરતા વધારે નુકસાન થયું હતુ.


કાશ્મીરમાં સૌથી લાંબા સમય સુધી ઈન્ટરનેટ બંધ, જેથી રાજ્યને 7 હજાર કરોડ કરતા વધારે નુકસાન થયું

અહેવાલ પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં 1લી જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર,2019 સુધી 3,692 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું. તેનાથી રાજ્યને 2019માં 7,600 કરોડ કરતા વધારે નુકસાન થયું. ઈન્ટરનેટ શટડાઉન વેબસાઈટ પ્રમાણે કાશ્મીરમાં ગત 159 દિવસથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહ્યો છે, જે 4 ઓગસ્ટ 2019થી લાગુ થયો હતો. તે અત્યાર સુધી સૌથી વધારે દિવસો સુધી લગાવવામાં આવેલો પ્રતિબંધ છે. આ અગાઉ 2016માં 133 દિવસ સુધી કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. તે સમયે બુરહાન વાનીના મોત બાદ 8 જુલાઈથી 19 નવેમ્બર,2016 સુધી બંધ રહ્યું હતું.


સોઉર્સ: https://www.divyabhaskar.co.in/national-news-in-gujarati/latest-news/national/news/in-2019-the-internet-closed-4196-hours-in-the-country-of-which-3692-hours-in-kashmir-alone-126492133.html?ref=ht


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment