દેશમાં પ્રથમ સ્વદેશી ટેક્નોલોજીથી કાકરાપાર અણુમથકમાં વીજ ઉત્પાદન શરૂ, અડધી વીજળી ગુજરાતને મળશે

દેશમાં પ્રથમ સ્વદેશી ટેક્નોલોજીથી કાકરાપાર અણુમથકમાં વીજ ઉત્પાદન શરૂ, અડધી વીજળી ગુજરાતને મળશે

કાકરાપારમાં દેશના પહેલા સ્વદેશી 700 મેગા વોટના પરમાણુ વીજળીઘરના ત્રીજા એકમનું રવિવારે સવારે 11:37 વાગ્યે વીજળી ઉત્પાદન કરવાનું કામ શરૂ કરાયું છે. કાકરાપાર અણુમથક દેશનું 23મું પરમાણુ રિએક્ટર છે, જેમાં વીજળી ઉત્પાદન કરવાનું કામ શરૂ કરાયું છે, જેમાંથી ગુજરાતને અડધી વીજળી મળશે. નવા બનેલા કન્ટ્રોલ રૂમમાં જ્યારે સિંક્રોનાઈઝ કરીને સફળ રીતે ગ્રિડ જોડાયા હતા.

આ દેશનું 23મું પરમાણુ રિએક્ટર
દેશના 23મા પરમાણુ રિએક્ટર એનપીસીઆઈએલના સહનિર્દેશક એ. કે નેમાએ જણાવ્યું હતું કે કાકરાપાળ પરમાણુ રિએક્ટરનો ત્રીજો એકમ દેશનું 23મું પરમાણુ રિએક્ટર છે, જેને હવે શરૂ કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે માર્ચ 2020માં એક રિએક્ટરમાં યુરેનિયમ ફ્યુલ ભરવાનું કામ શરૂ કરવામા આવ્યું હતું. લોકડાઉનના સમયગાળા દરમિયાન ચકાસવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

16500 કરોડનો હતો આ પ્રોજેક્ટ
કાકરાપાળ પરમાણુ વીજળી ઘરના અધિકારીઓએ જણાવ્યું હતું કે કાકરાપાળ પરમાણુ વીજળીઘરમાં 700-700 મેગાવોટના બંને એકમોમાં અંદાજે 16500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટ પર 2010ના નવેમ્બરમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું.

PHWRમાં સુરક્ષાની તમામ આધુનિક સિસ્ટમનો ઉપયોગ
અણુઊર્જા નિગમના સીએમડી એસ. શર્માએ કહ્યું હતું કે ‘આ એક ઐતિહાસિક ક્ષણ છે. કાકરાપાર વીજળીઘર એકમ પ્રથમ સ્વદેશી 700 મેગાવોટ રિએક્ટર પીએચડબ્લ્યુઆર આધારિત ભારતીય વૈજ્ઞાનિક અને એન્જિનિયરો દ્વારા ડિઝાઈન કરીને બનાવવામાં આવ્યો છે. સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ પીએચડબ્લ્યુઆરમાં સુરક્ષાની તમામ આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કોરોનાકાળમાં પણ રિએક્ટરનું કામ શરૂ રહ્યું
એનપીસીઆઈએલના સહનિર્દેશક એ. કે. નેમાએ જણાવ્યું હતું કે કાકરાપાર રિએક્ટરનો ત્રીજો એકમ દેશનું 23મું પરમાણુ રિએક્ટર છે, જેને હવે શરૂ કરાયું છે. મોટી વાત એ છે માર્ચ 2020માં યુરેનિયમ ભરવાનું કામ શરૂ હતું.

દેશમાં 7 જગ્યા પર ચાલતું પરમાણુ રિએક્ટરનું કામ
દેશમાં 7 પરમાણુ રિએક્ટર પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. રાજસ્થાન, કુડનકુલમ, હિસાર અને કાકરાપારમાં ચોથા એકમનું કામ પણ ચાલી રહ્યું છે.

Source: www.divyabhaskar.co.in

Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment