રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઇશારે આ કાવતરુ થયુ છે

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઇશારે આ કાવતરુ થયુ છે


રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઇશારે આ કાવતરુ થયુ છે અને આ ગંભીર બેદરકારી માટે દેશની માફી માગે  - શ્રી સી.આર.પાટીલ
વડાપ્રધાનની સુરક્ષામાં બેદરકારી માટે પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે –   શ્રી સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, ગઇકાલે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પંજાબના ફિરોઝપુર ખાતે રેલીને સંબોધન કરવા જતા હતા તે સમયે વડાપ્રધાનશ્રીના કાફલાને ઇરાદા પુર્વક અટકાવી દેવાનું કૃત્ય કરી દેશના વડાપ્રધાનશ્રીની સલામતી સાથે ચેડા કરવાનું કાવતરૂ  પંજાબ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું તે સંદર્ભે આજ રોજ તારિખ 06 જાન્યુઆરી 2002 ના રોજ ગુજરાતના રાજયપાલશ્રીને ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ તેમજ રાજયનામંત્રીશ્રીઓ અને સાંસદશ્રીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

આવેદનપત્રમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે, પંજાબના ફિરોઝપુરમાં 42,750 કરોડ રુપિયાની લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના શિલાન્યાસ કરવાના હતા, સાથે જ રાષ્ટ્રીય શહીદ સ્મારક જઇ ભગતસિંહ-સુખદેવ-રાજગુરુ જેવા ક્રાંતિવીરોને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના હતા.

શ્રી સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, પંજાબ સરકારના 324 અધિકારીઓ અને મુખ્યમંત્રીને જ વડાપ્રધાનના બદલાયેલા રૂટની માહિતી હતી. આ માહિતી આંદોલનકારીઓ સુધી કેવી રીતે ટૂંકા સમયમાં પહોંચી અને માનનીય વડાપ્રધાનશ્રીના રૂટને ઘેરી લેવામાં આવ્યો. જે બાદ અનેક મહત્વપૂર્ણ પુરાવાઓથી સાબિત થાય છે કે આ કોંગ્રેસ સરકારની ઇરાદાપૂર્વકની ઘોર લાપરવાહી હતી તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ તરફ ગંભીર ઇશારો કરે છે. દેશના વડાપ્રધાનશ્રી જે તે રાજ્યના પ્રવાસે જાય ત્યારે દેશના વડાપ્રધાનશ્રીની સુરક્ષાની જવાબદારી રાજ્યની રહે છે તેવા સંજોગોમાં અહીં તો રાજ્યની કોંગ્રેસ સરકાર જ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિઓ રહે તેવા ષડયંત્રમાં સામેલ થાય તે બહુ ગંભીર બાબત છે. ભૂતકાળમાં જ્યારે જ્યારે કોંગ્રેસને લોકોએ ફગાવી છે ત્યારે ત્યારે કોંગ્રેસે દેશની લોકશાહી, રાષ્ટ્રની સુરક્ષા તેમજ દેશના માનબિંદુઓ/પદોની ગરિમાને લાંછન લાગે તેવા કૃત્યો કર્યા છે. કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે દેશમાં કટોકટી લાદી લોકશાહીનું ગળું ઘોંટવાનું દુષ્કૃત્ય કરે છે. આતંકવાદ તેમજ અલગતાવાદના મૂળમાં કોંગ્રેસ વસેલી છે.

શ્રી સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, પંજાબની કોંગ્રેસ સરકારે આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકોના હાથે કારમી હારના ડરથી પંજાબમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા. વડાપ્રધાનની સુરક્ષા સાથે ગંભીર ચેડાં કરવામાં આવ્યા.  પંજાબની ધરતી પર વડાપ્રધાનની સુરક્ષા બાબતે ઇરાદાપૂર્વકની ગંભીર બેદરકારી આવા જ કોઇ ખતરનાક સંકેતો તરફ ઇશારા કરે છે. પંજાબની પવિત્ર ધરતી પર કોંગ્રેસના લોહિયાળ ઈરાદાઓ નિષ્ફળ ગયા છે. પંજાબની કોંગ્રેસ સરકારે વડાપ્રધાનની સુરક્ષા બાબતે દાખવેલી ગંભીર બેદરકારી બદલ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતિ સોનિયા ગાંધી  તેમજ રાહુલ ગાંધીએ સમગ્ર દેશની માંફી માંગવી જોઇએ તેમજ પંજાબના મુખ્યમંત્રીએ દાખવેલી ગંભીર ગુનાહિત બેદરકારી બદલ રાજીનામું આપવું જોઇએ.

મહામહિમ રાજયપાલશ્રીને આવેદનપત્ર આપવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે રાજયનામુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશના કોષાધ્યક્ષશ્રી સુરેન્દ્રભાઇ પટેલ, રાજયનામંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, રાજયનામંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી,સાંસદશ્રી નરહરીભાઇ અમીન, સાંસદશ્રી હસમુખભાઇ પટેલ, પ્રદેશનામંત્રીશ્રી મહેશભાઇ કસવાલા, પ્રદેશના સહકોષાધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

વિડિયો : રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઇશારે આ કાવતરુ થયુ છે


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment