સેન્સેક્સમાં 1300 અંકનો કડાકો, નિફ્ટી 14800ની નીચે; US માર્કેટમાં થયેલા ઘટાડાની અસર
વિશ્વભરનાં શેરબજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સવારે 11.05 કલાકે સેન્સેક્સ 1300 અંક ઘટી 49918 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 324 અંક ઘટી 14780 પર કારોબાર કરી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં ઈન્ડેક્સ 1100 અંક ઘટી દિવસના સૌથી નીચલા સ્તર 49,950.75એ પહોંચ્યો હતો. એને પગલે BSEની માર્કેટ કેપ લગભગ 3 લાખ કરોડ ઘટી છે.
સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. એક્સિસ બેન્ક 3.85 ટકા ઘટી 741.15 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક 3.46 ટકા ઘટી 1071.35 પર કારોબાર કરી રહ્યો છે.
અમેરિકાનાં શેરબજારોમાં ભારે ઘટાડાથી વિશ્વભરનાં બજારો ઘટ્યાં
અમેરિકાનાં બજારોમાં ભારે વેચવાલીને કારણે શેરબજારોમાં ઘટાડો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 737 અંક નીચે 29430 પર છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 771 અંક નીચે 29303 પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 2-2 ટકાનો ઘટાડો છે.
બોન્ડ યીલ્ડ વધવાની અસર, શેરબજાર ઘટ્યું
અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવા અને ટેક્નોલોજી શેરમાં વેચવાલીને કારણે પ્રમુખ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા. નેસ્ડેક ઈન્ડેક્સ 478 અંકના ઘટાડા સાથે 13,119 પર બંધ થયું હતું. આ રીતે ડાઉ જોન્સ 559 અંક અને S&P 500 ઈન્ડેક્સ 96 અંક નીચે બંધ થયા હતા.
ગઈકાલે ઘરેલું બજાર સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ થયાં હતાં
25 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 257 અંકના વધારા સાથે 51,039.31 પર અને નિફ્ટી પણ 115 અંક વધી 15097.35 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 188.08 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલું સંસ્થાગત રોકાણકારો(DII)એ 746.57 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
Source: www.divyabhaskar.co.in
Comments
Test name February 19, 2016 Reply
There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.
Test name February 19, 2016
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
Test name February 19, 2016Reply
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.