રિલાયન્સ જિયોએ ચૂકવ્યું કરોડો રૂપિયાનું AGR, એરટેલ અને વોડાફોનને ફેંક્યો પડકાર!

રિલાયન્સ જિયોએ ચૂકવ્યું કરોડો રૂપિયાનું AGR, એરટેલ અને વોડાફોનને ફેંક્યો પડકાર!

દેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ ઇન્ફોકોમએ 177 કરોડ રૂપિયા એજીઆર પેમેન્ટ કરી દીધા છે. રિલાયન્સ જીઓ એકમાત્ર ટેલિકોમ કંપની છે જેને એજીઆરનું પેમેન્ટ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ફિક્સ કરવામાં આવેલી ડેડ લાઇન સુધી ચુકવણી કરી દીધી છે. કોર્ટે એજીઆરના (Adjusted gross revenue) પેમેન્ટ માટે 23 જાન્યુઆરીની સમય સીમા નક્કી કરી હતી. જોકે, કંપનીએ ટેલિકોમ વિભાગને 31 જાન્યુઆરી સુધીની બાકી 195 કરોડની ચુકવણી કરી છે.

એરટેલ અને વોડાફોને એજીઆરને બાકી ચૂકતે કરવાની એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. જેથી જ્યાં સુધી કોર્ટનો આદેશ ન મળી જાય ત્યા સુધી એજીઆરનું પેમેન્ટ કરવા માટે સમય માંગ્યો છે. જેથી ડેડ લાઇન હોવા છતા પણ જ્યા સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ ન મળે ત્યાં સુધી ટેલિકોમ વિભાગ એજીઆર પેમેન્ટ ન કરવા માટે કોઇ ટેલિકોમ કંપની પર કોઇ પગલા લેશે નહીં.

વોડાફોન, એરટેલ દ્રારા સુપ્રીમ કોર્ટે કરેલી અરજીની સુનાવણી આગામી અઠવાડિયે છે. જણાવી દઇએ કે ટેલિકોમ કંપનીઓને સરકારે કુલ 92642 કરોડ રૂપિયા લાયસન્સ ફી તરીકે અને 55054 કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ યુજેજ ચાર્જ તરીકે આપવો પડશે. આ જવાબદારી ટેલિકોમ કંપીઓની પર ત્યારે સામે આવી જ્યારે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોન-ટેલિકોમ રેવેન્યુને પણ બાકી રકમમાં ગણવી જોઇએ.

જણાવી દઇએ કે ભારતી એરટેલનો કુલ 35586 કરોડ રૂપિયા બાકી છે. જેમા 21682 કરોડ રૂપિયા લાયસન્સ ફી અને 13904 કરોડ રૂપિયા એસયુસી તરીકે આપવા પડશે. જ્યારે વોડાફોન-આઇડિયાના મામલામાં કુલ બાકી રકમ 53038 કરોડ રૂપિયા છે. જેમા 28309 કરોડ રૂપિયા લાયસન્સ ફી તેમજ 24729 કરોડ રૂપિયા એસયુસી ચાર્જ છે. સરકારે તેમણે આદેશ આપ્યા છે કે 24 ઓક્ટોબર 2019એ આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પૈસા જમા કરો.

શુ હોય છે AGR

ટેલિકમ્યુનિકેશન્સ મંત્રાલયના ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ દ્વારા ટેલિકોમ કંપનીઓથી લેવામાં આવતા સ્પેકટ્રમ ઉપયોગ ફી અને લાયસન્સ ફીને એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ કે એજીઆર કહે છે. એજીઆરના બે ભાગ હોય છે. પહેલો સ્પેકટ્રમ ઉપયોગ ફી અને બીજું લાયસન્સ ફી, જે 3-5 ટકા અને 8 ટકા હોય છે. સરકાર અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ વચ્ચે 14 વર્ષથી એજીઆર વિવાદ ચાલી રહ્યો છે.

સોઉર્સ: http://sandesh.com/reliance-jio-pays-millions-of-adjusted-gross-revenue-airtel-and-vodafone-challenge/


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment