દેશના યુવાનો માટે ખુશખબર! થયો નોકરીઓનો વરસાદ, મોદી સરકારે જાહેર કર્યાં આંકડા

દેશના યુવાનો માટે ખુશખબર! થયો નોકરીઓનો વરસાદ, મોદી સરકારે જાહેર કર્યાં આંકડા

મંદી દરમિયાન દેશમાં રોજગાર ઉભો કરવા વિશે એક સારા સમાચાર છે કે ગત વર્ષે નવેમ્બરમાં દેશના ઔપચારિક ક્ષેત્રમાં 14.33 લાખ નવી રોજગારી ઉભી થઈ છે. જે 2019 કરતા 17 ટકા વધારે છે. કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, દેશના ઔપચારિક આંકડાઓ અનુસાર ગત વર્ષે નવેમ્બરમાં રોજગાર સર્જનના આંકડાઓમાં ઓક્ટોબર કરતા વધારે વૃદ્ધિ થઇ છે.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ કાર્યાલય (એનએસઓ) દ્વારા જાહેર કરાયેલા કર્મચારીઓની રાજ્ય વીમા નિગમ (ઇએસઆઈસી)ના ડેટા અનુસાર, દેશના ઔપચારિક ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓમાં નવેમ્બર 2019 દરમિયાન 14,33,000 નવાં કર્મચારી ઇએસઆઇ યોજના સાથે જોડાયા જયારે એક મહિના પહેલા ઓક્ટોબર 2019માં કુલ 12,60,229 કર્મચારી જોડાયા હતાં. આ પ્રકારે ઇએસઆઇ યોજનાથી જોડાનારા કર્મચારીઓની સંખ્યામાં નવેમ્બર 2019 દરમિયાન ગત મહિના કરતા 17.7 ટકાનો ઉછાળો આવ્યો છે.

એનએસઓની રિપોર્ટ અનુસાર, નાણાકિય વર્ષ 2018-19 દરમિયાન ઇએસઆઇની સાથે કુલ 1.49 કરોડ ગ્રાહક જોડાયા, જ્યારે 2017થી લઇ નવેમ્બર 2019 દરમિયાન ઇએસઆઇ યોજના સાથે કુલ 3.37 કરોડ ગ્રાહકો જાડાયા . ત્યાં જ સપ્ટેમ્બર 2017થી લઇ માર્ચ 2018 સુધીમાં ઇએસઆઇસી સાથે કુલ 83.35 નવા કર્મચારી જોડાયા.

એનએસઓની આ રિપોર્ટ કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ)યોજના, કર્મચારી રાજ્ય વીમા (ઇએસઆઇ) યોજના અને રાષ્ટ્રીય પેંશન યોજના (એનપીએસ)ના આંકડા પર આધારિત છે.

રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2017થી લઇ નવેમ્બર 2019 સુધી ઇપીએફ યોજનાથી 3,03,05,347 નવા ગ્રાહકો જોડાયા. ત્યાં જ એનપીએસ સાથે સપ્ટેમ્બર 2017થી લઇ નવેમ્બર 2019 દરમિયાન 16,72,813 નવાં ગ્રાહકો જોડાયા.

સોઉર્સ: http://sandesh.com/14-33-lakh-new-jobs-created-in-the-country-figures-released-by-modi-government/


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment