કાળઝાળ મોંઘવારીના ખપ્પરમાં પિસાઈ રહેલી જનતા માટે માઠા સમાચાર, આમ આદમીની થાળી મોંઘીદાટ
કાળઝાળ મોંઘવારીના ખપ્પરમાં પિસાઈ રહેલી જનતા માટે વધુ એક માઠા સમાચાર છે. રિટેલ ફુગાવો ૭ ટકાને પાર કરી ૮ મહિનાની ટોચે પહોંચ્યા પછી હવે ખાદ્યપદાર્થોના ભડકે બળી રહેલા ભાવના કારણે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો પણ ૭ મહિનાની ટોચે ૧.૩૨ ટકા પર પહોંચી ગયો છે. સરકારે જારી કરેલા ડેટા અનુસાર માસિક હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાનો ર્વાવાર્ષિક દર સપ્ટેમ્બર મહિનામાં ૧.૩૨ ટકા નોંધાયો હતો. જે સપ્ટેમ્બર ૨૦૧૯માં ફક્ત ૦.૩૩ ટકા રહ્યો હતો. ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર ૦.૧૬ ટકા પર હતો. આ પહેલાં જથ્થાબંધ ફુગાવાનો દર સતત ૪ મહિના એપ્રિલથી જુલાઈ સુધી નેગેટિવ ટેરેટરીમાં રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં ખાદ્યપદાર્થોનો ફુગાવો ઓગસ્ટ મહિનાના ૩.૮૪ ટકાથી વધીને ૮.૧૭ ટકા નોંધાયો હતો.
સપ્ટેમ્બરમાં સિરિયલ્સમાં ફુગાવાનો દર ઘટીને ૩.૯૧ ટકા રહ્યો જ્યારે દાળોની કિંમતમાં ૧૨.૫૩ ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં શાકભાજીમાં જથ્થાબંધ ફુગાવો ૩૬.૫૪ ટકા રહ્યો હતો. જેમાં બટાટાની કિંમતમાં ગયા વર્ષની સરખામણીએ ૧૦૭.૬૩ ટકાનો વધારો થયો હતો. ડુંગળીની કિંમતમાં ૩૧.૬૪ ટકાનો ફુગાવો જોવા મળ્યો હતો. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટની કેટેગરીમાં ઓગસ્ટના ૧.૨૭ ટકાથી વધીને ફુગાવો ૧.૬૧ ટકા પર પહોંચ્યો હતો.
જથ્થાબંધ ફુગાવાની રફતાર
એપ્રિલ ૨૦૨૦ ।। માઇનસ ૧.૫૭ ટકા
મે ૨૦૨૦ ।। માઇનસ ૩.૩૭ ટકા
જૂન ૨૦૨૦ ।। માઇનસ ૧.૮૧ ટકા
જુલાઈ ૨૦૨૦ ।। માઇનસ ૦.૫૮ ટકા
ઓગસ્ટ ૨૦૨૦ ।। પ્લસ ૦.૧૬ ટકા
સપ્ટેમ્બર ૨૦૨૦ ।। પ્લસ ૧.૩૨ ટકા
સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો
૧.૩૨% તમામ કોમોડિટી
૫.૧૦% પ્રાઇમરી આર્િટકલ
-૯.૫૪% – ઈંધણ અને વીજળી
૧.૬૦%- મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ
૬.૯૨%- ફૂડ ઇન્ડેક્સ
આમ આદમીની થાળી મોંઘીદાટ
૧૨.૫૩% દાળોની કિંમતમાં વધારો
૩૬.૫૪% શાકભાજીની કિંમતમાં વધારો
૧૦૭.૬૩% બટાટાની કિંમતમાં વધારો
૩૧.૬૪% ડુંગળીની કિંમતમાં વધારો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
Source: Sandesh
Comments
Test name February 19, 2016 Reply
There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.
Test name February 19, 2016
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
Test name February 19, 2016Reply
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.