ISROના સંચાર સેટેલાઇટ GSAT-30નું સફળતાપૂર્વક લોન્ચિંગ, ઇન્ટરનેટ સ્પીડ વધશે
ISROના સંચાર ઉપગ્રહ જીસેટ-30ને શુક્રવારે વહેલી સવારે યુરોપિયન અંતરિક્ષ એજન્સીથી સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરી દીધું. તેને ભારતીય સમયાનુસાર રાત્રે 2:35 વાગ્યે એરિયન-5 રોકેટ દ્વારા રવાના કરાયું. ઉલ્લેખનીય છે કે જીસેટ-30 સંચાર ઉપગ્રહ ઇનસેટ-4એની જગ્યા લેશે, જેને 2005ની સાલમાં લોન્ચ કરાયું હતું. આ ભારતની ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસને શ્રેષ્ઠ બનાવામાં મદદ કરશે.
જીસેટ-30 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ઉત્તર-પૂર્વ તટ પર કૌરોના એરિયન પ્રક્ષેપણ પરિસરમાંથી લોન્ચ કરાયું. આ ભારતનું 24મું એવું સેટેલાઇટ છે જેને એરિયનસ્પેસના એરિયન રોકેટથી પ્રક્ષેપિત કરાયું. આપને જણાવી દઇએ કે એરિયન સ્પેસ યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ)ની વાણિજિયક બ્રાન્ચ છે અને ભારતની જૂની ભાગીદાર છે. તેની મદદથી કેટલાંય ભારતીય ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલાયા છે.
ઇનસેટ-4એની જગ્યા લેશે જીસેટ-30
જીસેટ-30 જીસેટ સીરીઝનો ખૂબ જ શક્તિશાળી ઉપગ્રહ છે. તેની મદદથી દેશમાં સંચાર પ્રણાલીને શ્રેષ્ઠ બનાવી શકાશે. ઇસરોના મતે આ ઉપગ્રહ ઇનસેટ-4એની જગ્યા લેશે અને તેની કવરેજ ક્ષમતા પણ વધુ હશે. જીસેટ-30નું વજન 3 હજાર 357 કિલોગ્રામ છે. કહેવાય છે કે આ દૂરસંચાર ઉપગ્રહથી રાજ્ય સંચાલિત અને ખાનગી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને સંચાર લિંક પ્રદાન કરવાની ક્ષમતામાં વધારો થશે.
ઇસરોએ કહ્યું કે આ ઉપગ્રગ કેયૂ બેન્ડમાં ભારતીય મુખ્ય જમીન અને દ્વીપોને, સી બેન્ડમાં ખાડી દેશો, મોટી સંખ્યામાં એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાને કવરેજ પ્રદાન કરે છે. 30 વર્ષના મિશનના સમયવાળા જીસેટ ઉપગ્રહ ડીટીએસ, ટેલીવીઝન અપલિંક અને વીસેટ સર્વિસીસ માટે ક્રિયાશીલ સંચાર ઉપગ્રહ છે.
સંચાર સેવાઓ માટે કરાશે ઉપયોગ
ઇસરોએ કહ્યું કે જીસેટ-30ના સંચાર પેલોડને આ અંતરિક્ષ યાનમાં વધુ ટ્રાન્સપોંડર લગાવા માટે ખાસ તૈયાર કરાયું છે. સ્પેસ એજન્સીના મતે ઉપગ્રહનો ઉપયોગ વ્યાપક રીતે વીસેટ નેટવર્ક, ટેલીવિઝન અપલિંકિંગ, ટેલીપોર્ટ સર્વિસીસ, ડિજિટલ સેટેલાઇટ ખબર સંગ્રહણ (ડીએસએનજી), ડીટીએચ ટેલિવિઝન સર્વિસીસ વગેરે માટે કરાશે.
સોઉર્સ: http://sandesh.com/isro-gsat-30-satellite-successfully-launched-aboard-ariane5-rocket/
Comments
Test name February 19, 2016 Reply
There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.
Test name February 19, 2016
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
Test name February 19, 2016Reply
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.