ઈરાને સ્વીકાર્યું- સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર વિમાન પર મિસાઈલ છોડી, પહેલાં કર્યો હતો ઈન્કાર

ઈરાને સ્વીકાર્યું- સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર વિમાન પર મિસાઈલ છોડી, પહેલાં કર્યો હતો ઈન્કાર
  • યુક્રેન એરલાઈન્સનું બોઈંગ 737-800 વિમાન બુધવારે ઈરાનથી ઉડાન ભર્યાની 3 મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું
  • આ પ્લેન ક્રેશમાં 176 લોકોના મોત થયા હતા, યુક્રેને કહ્યું હતું- ઘટના પાછળ કોઈ ટેક્નિકલ ખામી જવાબદાર નથી
  • અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઓફિસર્સ વચ્ચે ચર્ચામાં પણ ઈરાનની ભૂલના કારણે વિમાન ક્રેશ થયું હોવાની વાત સામે આવી હતી

ઈરાને શનિવારે જાહેરાત કરી છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી છે. સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવિય ભૂલ ગણાવવામાં આવી છે. આ પહેલાં ઈરાને ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઈલ છોડી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે, વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયું છે. ઈરાને પહેલાં બંને નેતાઓને આ દાવો કરતાં પુરાવા આપવા કહ્યું હતું, પરંતુ શનિવારે સવારે ઈરાની સરકારે ભૂલ સ્વીકારી લીધી હતી. યુક્રેનનું વિમાન બુધવારે સવારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. તેમાં 176 લોકોના મોત થયા હતા.

ટ્રુડો અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનના દાવા પછી સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ વાયરલ થયો હતો. તેમાં યુક્રેનના વિમાનને મિસાઈલથી અથડાયા પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયેલું પણ જોવા મળ્યું હતું. વિમાન બોઈંગ 737-800 ઉડાન ભર્યાના 3 મિનિટ પછી જ ઈમામ ખોમેની એરપોર્ટથી થોડે દૂર તેનો કાટમાળ જોવા મલ્યો હતો. મૃતકોમાં 63 કેનેડાના નાગરિકો અને તે સિવાય 82 ઈરાની, 11 યુક્રેનના, 10 સ્વિડિશ અને જર્મની-બ્રિટનના 3-3 નાગરિકોના મોત થયા છે.

સોઉર્સ: https://www.divyabhaskar.co.in/international-news-in-gujarati/latest-news/international/news/iran-says-it-unintentionally-shot-down-plane-126491584.html?ref=ht


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment