રિપોર્ટ:કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ આવકો સામે માત્ર 0.9% ખર્ચ કરે છે : ફાર્મા, ટેલિકોમ, ઓટો સેક્ટર ખર્ચ કરવામાં અગ્રેસર

રિપોર્ટ:કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ આવકો સામે માત્ર 0.9% ખર્ચ કરે છે : ફાર્મા, ટેલિકોમ, ઓટો સેક્ટર ખર્ચ કરવામાં અગ્રેસર

ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી) પર ઘણો ઓછો ખર્ચ કરે છે. આ ખર્ચ તેમની આવકના માત્ર 0.9 ટકા છે. જોકે ફાર્મા, ટેલિકોમ અને ઓટો સેક્ટર આરએન્ડડી પર ખર્ચ કરવા મામલે મોખરે છે, આઇટી અને એનર્જી જેવા ક્ષેત્રો ઘણા પાછળ છે. બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના રિપોર્ટમાં આ અંગે જણાવવામાં આવ્યુ છે.

તદનુસાર, શેરબજારમાં લિસ્ટેડ 409 કંપનીઓએ નાણાકીય વર્ષ 2020માં રૂ. 36,000 કરોડ ખર્ચ કર્યા હતા. જે તેમની આવકનો આશરે 0.9% હિસ્સો છે. 2017-18માં, ખાનગી ક્ષેત્રે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ 36.8 ટકા ખર્ચ કરે છે. જ્યારે સરકારી કંપનીઓ 45.4 ટકા ખર્ચ કર્યો હતો. રાજ્યની કંપનીઓએ 6.4 ટકા અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 6.8% આરએન્ડડી ખર્ચ કર્યો હતો. એટલું જ નહીં, દેશમાં આરએન્ડડી પર ખર્ચ એકદમ સ્થિર છે. 2014થી અત્યારસુધી જીડીપીની તુલનાએ માત્ર 0.7% છે.

વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ સામે ભારત આરએન્ડડી પર નોંધપાત્ર રીતે ઓછો ખર્ચ કરે છે. રિપોર્ટ પ્રમાણે, ભારત વિકસિત દેશોની તુલનામાં આરએન્ડડી પર 2% ઓછો ખર્ચ કરે છે. વિશ્લેષકોના મતે આરએન્ડડી પર ખર્ચ કરવાથી દેશના અર્થતંત્ર અને રોજગારમાં મદદ મળે છે. વ્યવસાય અથવા કારોબારમાં ઈનોવેશનથી ટોટલ ફેક્ટર પ્રોડક્ટિવિટી (TFP)માં સુધારો નોંધાયો છે. જેનાથી જીડીપી વધારવામાં મદદ મળે છે. આ દ્રષ્ટીકોણથી ભારતમાં આરએન્ડડી પર ખર્ચ વધારવાની જરૂર છે. ખાસ કરીને ટીએફપીને વેગ આપવા માટે ખાનગી ક્ષેત્રે કમાણીનો ઓછામાં ઓછો 3% ખર્ચ કરવો જોઇએ. જો આવું થાય, તો ભારત 8% વૃદ્ધિ દર પ્રાપ્ત કરી શકે છે.

વૈશ્વિક સ્તરે મલેશિયા, હંગેરી, ઇટાલી, ન્યૂઝિલેન્ડ જેવા દેશો પણ ભારત કરતાં વધુ આરએન્ડડી પર ખર્ચ કરે છે. બીજી તરફ, દેશની દિગ્ગજ કોર્પોરેટ કંપનીઓ જેમ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આરએન્ડડી પર તેની આવકનો માત્ર 0.8% અર્થાત રૂ. 25 કરોડ ખર્ચ કર્યો છે, જ્યારે તાતા મોટર્સે 7% (31 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની આવકના રૂ. 30 કરોડ આરએન્ડડી પાછળ ખર્ચ કર્યા છે.

વિકસિત દેશો કરતા ભારતનો ખર્ચ બે ટકા ઓછો
વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ સામે ભારત આરએન્ડડી પર નોંધપાત્ર રીતે ઓછો ખર્ચ કરે છે. રિપોર્ટ પ્રમાણે, ભારત વિકસિત દેશોની તુલનામાં આરએન્ડડી પર 2% ઓછો ખર્ચ કરે છે. વિશ્લેષકોના મતે આરએન્ડડી પર ખર્ચ કરવાથી દેશના અર્થતંત્ર અને રોજગારમાં મદદ મળે છે.

Source: Divyabhaskar


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment