લોકડાઉન વચ્ચે અનિલ અંબાણી પર તૂટ્યું આભ! માત્ર આટલા દિવસમાં ચુકવવા પડશે 5000 કરોડ

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી માટે ખૂબ જ માઠા સમાચાર આવ્યા છે. આ સમાચાર લંડનથી આવ્યા છે. લંડનની એક કોર્ટે અનિલ અંબાણીને ચીનની ત્રણ બેંકોને 717 મિલિયન ડોલર(5000 કરોડથી વધુ) નાણા માત્ર 21 દિવસની અંદર ચૂકવવા હુકમ કર્યો છે.


મીડિયા રિપોર્ટ મુજબ હાઇકોર્ટ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સના કમર્શલ ડિવિઝનના જસ્ટિસ નીગલે ટીયરે કહ્યું કે આ મામલે અનિલ અંબાણીની પસર્નલ ગેરંટી છે. જેના કારણે તેમને આ મૂડી ચુકવવી પડશે. કુલ રકમ લગભગ 71 કરોડ 69 લાખ 17 હજાર 681 ડોલર છે. જસ્ટિસ નીગલે પોતાના આદેશમાં કહ્યું કે ગેરંટી પ્રતિવાદી માટે બંધનકારી છે. તેથી તેમને આ મૂડી ચુકવવી પડશે.

બીજી તરફ અનિલ અંબાણીના પ્રવક્તાએ કહ્યું કે આ મામલો રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ દ્વારા 2012માં કોર્પોરેટ લોન સાથે જોડાયેલ છે. જેના માટે તેમને વ્યક્તિગત ગેરંટી આપી હતી. જો કે, નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ લોન અનિલ અંબાણીએ વ્યક્તિગત રીતે નહોતી લીધી. મીડિયા રિપોર્ટ મુજબ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના(ICBC) એ પોતાનો દાવો એ ગેરંટીના આધારે કર્યો છે જેના પર અનિલ અંબાણીએ ક્યારે હસ્તાક્ષર નહોતા કર્યા. આ સિવાય તેઓએ પોતાની તરફથી કોઈ પણ ગેરેંટીને ચલાવવાનો અધિકાર આપવાની મનાઈ કરી છે.

સોઉર્સ: સંદેશ


Comments

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment