રાજકોટમાં વિક્રમ સર્જક ફલેગ ઓફ યુનિટીનું થયું અનાવરણ, નોંધાશે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

રાજકોટમાં વિક્રમ સર્જક ફલેગ ઓફ યુનિટીનું થયું અનાવરણ, નોંધાશે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

રાજકોટઃ ૪૦૫૭૦ હજાર કાગળના ટૂકડા એકમેક સાથે માત્ર વણાંકોને આધારે જોડીને બનાવાયેલ દેશની આન બાન અને શાન સમા વિશ્વ વિક્રમી તિરંગાનુ આજે કલેકટર કચેરી ખાતે અનાવરણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમારી સરકાર જન ભાગીદારીથી વિકાસકામો આગળ ધપાવી રહી છે. અહિ પણ પ્રજાલક્ષી કાર્યોની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાલી રહી છે.

જાપાની ઓરીગામી કલાથી ૪૦૫૭૦ હજાર કાગળ જોડીને ૯.૯ ફુટ લાંબો અને ૬.૬૬ ફુટ પહોળો તિરંગો બનાવાયો છે જેનું ક્ષેત્રફળ ૧૨.૩૮૨ ચો.મી. છે. રાજપિપળા રાજપરિવારના વિરાજબાએ આ તિરંગો સ્થાનિક વિદ્યાર્થીઓની મદદથી બનાવ્યો છે.૧૦૦૦ માનવ કલાકોની ભાગીદારીથી ઝંડો બન્યો હતો. જેનો વિશ્વ વિક્રમ ઈન્ડિયા બૂકમાં નોંધાશે. આ પ્રસંગે અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જનસેવા કેન્દ્રનું લોકાર્પણ, અરજીઓનો ૨૪ કલાકમાં નિકાલ

રાજકોટ કલેકટર કચેરી ખાતે નવનિર્મિત જનસેવા કેન્દ્રનું પણ મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રમાં સ્વીકારાતી અરજીઓનો ૨૪ કલાકમાં નિકાલ કરી દેવાશે તેવો દાવો કલેકટર રેમ્યા મોહને કર્યો હતો. કેન્દ્રમાં નાના બાળકો માટે પ્લે એરિયા અને રમકડા પણરાખવામાં આવ્યા છે. સેન્ટર વાતાનુકુલ છે. ઈલેકશન સ્માર્ટ કાર્ડ, આધારકાર્ડ,ઈ સ્ટેમ્પીગ ઉપરાંત જરૂરી દાખલા પણ નિકળશે.

સોઉર્સ: http://sandesh.com/unveil-of-longest-tricolor-flag-of-unity-in-rajkot-by-dy-cm/


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment