5 ટિયર સુરક્ષા ઘેરામાં રહેશે ટ્રમ્પ પરિવાર, 36 કલાકની મુલાકાતમાં સુરક્ષા માટે રૂ. 100 કરોડનો ખર્ચ, 25 હજાર પોલીસ તહેનાત

5 ટિયર સુરક્ષા ઘેરામાં રહેશે ટ્રમ્પ પરિવાર, 36 કલાકની મુલાકાતમાં સુરક્ષા માટે રૂ. 100 કરોડનો ખર્ચ, 25 હજાર પોલીસ તહેનાત

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ એટલે કે દુનિયાના સૌથી તાકાતવાર વ્યક્તિ. તેથી સ્પષ્ટ છે કે, દરેક સેકન્ડે દરેક પગલે દુનિયાની તેમની પર નજર રહેતી હોય છે. આ વખતે આ નજર ડોનાલ્ડ ટ્રમ્પ પર છે. કારણ છે તેમની વોશિંગ્ટનથી 12 હજાર કિમી દૂર ભારતની 36 કલાકની મુલાકાત. જોકે તૈયારી પણ એ લેવલની જ કરવામાં આવી છે. ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશ્નર દરેક ક્ષણે 5 ટિયર સુરક્ષાના ઘેરામાં રહેશે. તેમને મોટેરા સ્ટેડિયમથી પરત એરપોર્ટ અને આગ્રા એરપોર્ટથી તાજમહેલ લઈ જવા સુધી ખાસ હેલિકોપ્ટર મેરીન વન અને વિશ્વની ઉચ્ચતમ સુરક્ષા વાળી કાર કેડેલિક (બીસ્ટ) પણ અમદાવાદ પહોંચી ગયા છે.

અમેરિકાના પ્રથમ પરિવારની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અમેરિકન સિક્રેટ સર્વિસને સોંપવામાં આવી છે. ભારતીય લાઈઝનિંગ અધિકારીઓને તેમના સુધી પહોંચ આપવામાં આવી છે. બીજા રાઉન્ડમાં એનએસજી, ચેતક કમાન્ડો, અર્ધ સૈનિક બળ અને અંતે બહારની સુરક્ષાની જોવાની જવાબદારી ગુજરાત, ઉત્તર પ્રદેશ અને દિલ્હી પોલીસના 25 હજાર જવાનોની રહેશે. ટ્રમ્પની કલાક દીઠ સુરક્ષામાં દોઢ કરોડ અને 36 કલાકની સુરક્ષા માટે રૂ. 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કડક પ્રોટોકોલ
અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્ટ કડક પ્રોટોકોલનું પાલન કરીને રાષ્ટ્રપતિના સાંકેતિક કોલ સાઈનને શેર નથી કરતાં અને સમાનંતર અને સુરક્ષીત વાયરલેસ પ્રણાલી દ્વારા આવાગમનનું સંચાલન કરશે. આ કોલ સાઈન સુરક્ષામાં તહેનાત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે અંતિમ સમયે શેર કરવામાં આવશે. રાષ્ટ્રપતિનો કાફલો જ્યાંથી પણ પસાર થશે ત્યારે તાકાતવર જેમર્સ દ્વારા આજુબાજુના વિસ્તારના દરેક પ્રકારના મોબાઈલ અને વાયરલેસ સિગ્નલ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવશે.

હંમેશા સાથે રહેશે પરમાણુ બટન
ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે અમેરિકન સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર પણ છે તેથી સેનાના અધિકારીઓ દરેક સમયે પરમાણુ બટનવાળી એક બ્રિફકેસ સાથે જ તેમની સુરક્ષામાં હોય છે. બ્રીફકેસમાં ગોલ્ડ કાર્ડ (બિસ્કિટ) પણ હોય છે. જેનો પ્રયોગ કરીને રાષ્ટ્રપતિ ઈમરજન્સીની સ્થિતિમાં ક્યાંય પણ પરમાણુ હથિયાર લોન્ચ કરી શકે છે. ગોલ્ડ કાર્ડને અપારદર્શી પ્લાસ્ટિક કવરમાં રાખવામાં આવે છે. તેને હટાવ્યા પછી જ તેનો ઉપયોગ કરી શકાય છે.

કોંગ્રેસને આમંત્રણ નહીં
રાષ્ટ્રપતિના નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને પહેલાં હાઉડી મોદીના આધારે બનાવવાનું આયોજન હતું, જેમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સાંસદ સામેલ થયા હતા. કોંગ્રેસ મહાસચિવ રાજીવ સાતવ અને સીનિયર નેતા આનંદ શર્માએ દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે, તેમને નમસ્તે ટ્રમ્પ સહિત કોઈ પણ કાર્યક્રમમાં ઓફિશિયલ આમંત્રણ આપવામાં આવ્યું નથી.


સોઉર્સ: https://www.divyabhaskar.co.in/national-news-in-gujarati/latest-news/national/news/trump-family-will-remain-in-a-5-tier-security-circle-in-india-visit-spend-100-crores-126815813.html?ref=ht&sld_seq=1


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment