SBI ગ્રાહકોને એલર્ટ! 28 ફેબ્રુઆરી પહેલા પતાવો આ કામ, નહીંતર બ્લોક થઈ શકે છે તમારું એકાઉન્ટ
જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ)માં છે તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે એસબીઆઈ તેના ગ્રાહકોને એક એલર્ટ SMS મોકલીને સાવધ કરી રહી છે. જો આ કામ ન કરવામાં આવ્યું તો બેંકના ગ્રાહકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ એસબીઆઈ તેના ગ્રાહકોને એલર્ટ મેસેજ મોકલીને 28 ફેબ્રુઆરી 2020 પહેલા કેવાયસી(Know Your Customer) પ્રક્રિયા પૂરી કરવા માહિતી આપી રહી છે. જો ગ્રાહક એવું નહીં કરે તો તેમના બેંક એકાઉન્ટથી લેણદેણ રોકવામાં આવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક(RBI) એ દરેક બેંક એકાઉન્ટ માટે કેવાયસી પ્રક્રિયાને જરૂરી બનાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ SBI ગ્રાહકોને મેસેજ મોકલી એલર્ટ કરી રહી છે કે RBIના ગાઇડલાઇન મુજબ તમારા ખાતામાં 28 ફેબ્રુઆરી 2020 પહેલા કેવાયસી દસ્તાવેજોને અપડેટ કરે.
ઉપરાંત બેંકે કહ્યું કે કૃપા કરીને નવીનતમ કેવાયસી દસ્તાવેજો સાથે તમારી એસબીઆઈ શાખાનો સંપર્ક કરો. કેવાયસી પ્રક્રિયા પૂરી ન કરવા પર તમારા ખાતામાં ભવિષ્યમાં થનારા લેણદેણ પર રોક લગાવવામાં આવી શકે છે. કેવાયસી હેઠળ ઓળખ પત્રમાં પાસપોર્ટ, મતદાર ઓળખકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ/કાર્ડ, નરેગા કાર્ડ, પેન્શન ચુકવણી હુકમ, પોસ્ટ ઓફિસો દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ, જાહેર સત્તા સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ જે તેઓ દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડના રેકોર્ડ રાખે છે, સામેલ છે.
આ સિવાય એડ્રેસ પ્રુફ તરીકે ટેલિફોન બિલ(3 મહિનાથી વધુ જૂનો ન હોવો જોઈએ), બેંક પાસબુક(3 મહિનાથી વધુ જૂનો ન હોવો જોઈએ), વીજળી બિલ, રાશન કાર્ડ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ(3 મહિનાથી વધુ જૂનો ન હોવો જોઈએ), લાઇસન્સ કરાર, આપવાના રહેશે.
સોઉર્સ: http://sandesh.com/sbi-send-alert-sms-to-customer-to-update-kyc-before-march/
Comments
Test name February 19, 2016 Reply
There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.
Test name February 19, 2016
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
Test name February 19, 2016Reply
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.