આરબીઆઇએ મોરેટોરિયમ લંબાવ્યું, ટર્મ લોનના ઇએમઆઇ ચૂકવવામાં વધુ ૩ મહિનાની રાહત

। મુંબઈ । ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે ટર્મ લોનના ઇએમઆઇ પરના મોરેટોરિયમને વધુ ૩ મહિના એટલે કે ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. કોરોના મહામારી સામે લડવાના પ્રયાસોમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનને પગલે આરબીઆઇએ પહેલાં ૧ માર્ચથી ૩૧ મે સુધીના ઇએમઆઇ ચૂકવવામાંથી લોનધારકોને રાહત આપી હતી. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્તા દાસે જણાવ્યું હતું કે, બેન્ક, એનબીએફસી, હાઉસિંગ ફાઇનાન્સ કંપની અને અન્ય ફાઇનાન્શિયલ સંસ્થાઓની ટર્મ લોનના હપતાની ચુકવણી પરનો મોરેટોરિયમ ૧ જૂનથી ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે લોનધારકોએ મોરેટોરિયમના સમયગાળામાં લોનના હપતા ચૂકવવાના રહેશે નહીં. આરબીઆઇના આ નિર્ણયના કારણે લોકડાઉનમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોનધારકોને મોટી રાહત મળી છે.

આ સાથે ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે રેપોરેટમાં ૪૦ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ગવર્નર શક્તિકાન્તા દાસે જણાવ્યું હતું કે, ૪૦ બેઝિસ પોઇન્ટના ઘટાડા સાથે રેપોરેટ ૪.૪૦ ટકાથી ઘટીને ૪.૦૦ ટકા પર આવી ગયો છે. તે ઉપરાંત રિવર્સ રેપોરેટ પણ ૪૦ બેઝિસ પોઇન્ટ ઘટાડીને ૩.૭૫ ટકાથી ૩.૩૫ ટકા કરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનામાં રેપોરેટમાં સતત બીજો ઘટાડો કરાયો છે. જો બેન્કો રેપોરેટમાં કરાયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને આપશે તો લોનધારકોના ઇએમઆઇમાં ઘટાડો થશે.

વર્ષ ૨૦૨૦-૨૧માં GDP ગ્રોથરેટ નેગેટિવ ઝોનમાં રહેશે : આરબીઆઇ

રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ખોરવાઇ ગયેલી આર્થિક પ્રવૃત્તિઓને પગલે વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતના જીડીપીનો ગ્રોથરેટ નેગેટિવ ઝોનમાં રહેશે. ચાલુ નાણાંકીય વર્ષના બીજા છ માસિકમાં આર્થિક પ્રવૃત્તિઓમાં થોડો વેગ જોવા મળી શકે છે.

દેશમાં ફુગાવાનો દર અત્યંત અનિશ્ચિત રહેશે : શક્તિકાન્તા દાસ આરબીઆઇના ગવર્નર શક્તિકાન્તા દાસે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે દેશમાં હાલ ફુગાવાનો દર અત્યંત અનિશ્ચિત છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ૬ માસિકમાં ફુગાવાનો દર ઘટવાની કોઇ સંભાવના નથી પરંતુ બીજા છ માસિકમાં ફુગાવાનો દર નીચો આવવો જોઇએ. ૨૦૨૦-૨૧ના વર્ષના ત્રીજા અને ચોથા ત્રિમાસિકમાં ફુગાવાનો દર ૪ ટકાથી નીચે આવે તેવી સંભાવના છે. જો ફુગાવાનો દર આરબીઆઇના અંદાજો પ્રમાણે રહેશે તો વિકાસ માટેના અન્ય જોખમો પર ધ્યાન આપી શકાશે. માર્ચ મહિનામાં ભારતનો રિટેલ ફુગાવો ૫.૮૪ ટકા રહ્યો હતો.

કંપનીઓને ર્વિંકગ કેપિટલના વ્યાજની ચુકવણીમાં ૩ મહિના સુધી રાહત

આરબીઆઇએ માર્ચ મહિનામાં કંપનીઓને ર્વિંકગ કેપિટલ પરના વ્યાજની ચુકવણીમાં ૩ મહિનાની રાહત આપી હતી. આ રાહતને વધુ ૩ મહિના માટે લંબાવી દેવાઇ છે. કંપનીઓ તેમની રોજિંદી જરૂરિયાત માટે ર્વિંકગ કેપિટલ લોન લેતી હોય છે. કંપનીઓ વ્યાજમાં મળેલી રાહતને એક અલગ લોન તરીકે હપતામાં ચૂકવી શકશે.

થાપણદારો અને બચતકર્તાઓ પર શું અસર

  • થાપણદારોની ફિક્સ્ડ ડિપોઝિટની વ્યાજની આવકમાં ઘટાડો થશે
  • એફડીની વ્યાજની આવક પર નભતા સીનિયર સિટિઝન્સને નુકસાન
  • બેન્કો બચતખાતાઓમાંની બચતો પરનો વ્યાજદર ઘટાડી શકે છે- બચતખાતાની વ્યાજની આવકમાં ઘટાડો થશે

સોઉર્સ: સંદેશ


Comments

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment