લોકડાઉન ગુજરાત માટે લકી સાબિત થશે! જાણો રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં વીજળીનો વપરાશ વધ્યો કે ઘટ્યો..

લોકડાઉન ગુજરાત માટે લકી સાબિત થશે! જાણો રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં વીજળીનો વપરાશ વધ્યો કે ઘટ્યો..

રાજ્યમાં લોકડાઉનની સ્થિતિમાં વીજવપરાશ એકદમ ઘટી ગયો છે. રાજ્યમાં ૨૦મી માર્ચે વીજળીની કુલ ખપત ૧૬,૫૦૦ મેગાવોટ હતી. આજે ૧૦ દિવસ બાદ ૯,૩૮૦ મેગાવોટ વીજવપરાશ થઈ રહ્યો છે. એટલે ૭,૧૨૦ મેગાવોટ યાને ૪૩ ટકા વીજવપરાશ ઘટી ગયો છે.

ઓફિસો-કચેરીઓ-ધંધા-વેપારના સ્થળો તેમજ કારખાના બંધ થતાં વીજવપરાશ ઘટી ગયો છે, જેના કારણે ફરજિયાત ઓછું વીજઉત્પાદન થઈ રહ્યું છે. ગુજરાત સરકારની જનરેશન કંપની જીસેક હેઠળના કુલ ૩૨ પ્લાન્ટમાંથી ૪,૮૭૨ મેગાવોટની ક્ષમતાના પ્લાન્ટ બંધ હાલતમાં છે અને અત્યારે માત્ર ૫ પ્લાન્ટ ચલાવાઈ રહ્યા છે, જેમાં વણાકબોરીનું ૨૧૦ મેગાવોટનું ત્રીજુ એકમ, કચ્છ લિગ્નાઇટ કંપનીના ૭૫-૭૫ મેગાવોટના ૨ એકમો, ભાવનગર લિગ્નાઇટ કંપનીનું ૨૫૦ મેગાવોટનું ૧ એકમ તેમજ ઉતરાણ ખાતેનું ૩૭૫ મેગાવોટનું ૧ ગેસ આધારિત એકમ ચાલુ હાલતમાં હોવાનું જણાવાઈ રહ્યું છે, આ પાંચ પૈકી ૨ મથકો કેટલી ક્ષમતાએ ચલાવાય છે તે છુપાવાઈ રહ્યું છે, માત્ર લિગ્નાઇટ આધારિત ૩ મથકો અગાઉ માત્ર ૧૫ ટકા પીએલએફથી ચલાવાતા હતા, જે અત્યારે ૪૦ ટકા ક્ષમતા વપરાશથી ચલાવાઈ રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઉતરાણનું ગેસ આધારિત એક યુનિટ અત્યારે ચલાવાઈ રહ્યું છે. વીજ નિષ્ણાત કે. કે. બજાજના જણાવ્યા પ્રમાણે લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાત મુજબ વીજઉત્પાદન કરી અન્ય પ્લાન્ટ્સ બંધ રખાઈ રહ્યા છે. વીજ એકમોનો વહીવટી સ્ટાફ ઘરેથી કામ કરી રહ્યો છે.

રાજ્યમાં હાલ વીજ ઉત્પાદન

ઉત્પાદનકર્તા            મેગાવોટ ઉત્પાદન

જીસેક                        ૯૧૭

કેન્દ્રીય સાહસો          ૩,૫૩૨

ખાનગી કંપનીઓ       ૨,૯૩૫

પવન ઊર્જા               ૩૧૨

સોલાર ઊર્જા            ૧,૬૮૪

કુલ                          ૯,૩૮૦

સોઉર્સ: સંદેશ


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment