વૈશ્વિક સંકેત પોઝિટીવ રહેતા ઘરેલુ શેર માર્કેટને મળ્યો સપોર્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં રિકવરી

વૈશ્વિક સંકેત પોઝિટીવ રહેતા ઘરેલુ શેર માર્કેટને મળ્યો સપોર્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં રિકવરી

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કહેર વચ્ચે મંગળવાર સવારે ભારતીય શેર માર્કેટમાં શાનદાર રિકવરી જોવા મળી છે. વૈશ્વિક માર્કેટમાં પોઝિટીવ વલણ રહેતા ઘરેલું માર્કેટને પણ સપોર્ટ મળ્યો છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ગઈકાલના બંધ 28,440.32ની સામે આજે 29,294.94 નજીક ખુલી હાલ 357 પોઈન્ટ અથવા 1.23 ટકા ઉછળીને 28,790 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

જ્યારે નિફ્ટી 50 આંક પણ ગઈકાલના બંધ 8,281 સામે આજે 8,529 નજીક ખુલી હાલ 102 પોઈન્ટ અથવા 1.23 ટકા કૂદીને 8,370 નજીક કારોબાર કરી રહ્યો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ 500થી વધુ પોઈન્ટ ઉછળીને ખુલ્યા બાદ હાલ 125 અંકના વધારા સાથે 18,907 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.55 ટકા અને 1.10 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે 513 શેર્સમાં તેજી, 82 શેર્સમાં નરમ વલણ અને 27 શેર્સ ફેરફાર વગર ટ્રેડ કરી રહ્યા છે. કરન્સીની વાત કરીએ તો મંગળવારે રૂપિયો ડોલર સામે 9 પૈસા સુધરીને 75.52 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

ગ્લોબલ માર્કેટ:

કોરોના વાયરસના કારણે ગ્લોબલ માર્કેટ પર જબરદસ્ત માઠી અસર થઈ છે. જો કે સોમવારે અમેરિકન માર્કેટમાં હળવી રિકવરી જોવા મળી છે. વોલ સ્ટ્રીટ પર ડાઉ જોન્સ 3.19 ટકા વધીને, S&P 500 3.35 ટકા અને Nasdaq 3.62 ટકા ઉછળીને સેટલ થયા છે. આ સિવાય એશિયન માર્કેટમાં પણ રિકવરી જોવા મળી છે. જાપાન નિક્કી 0.6 ટકા જ્યારે સાઉથ કોરિયા માર્કેટમાં 1.5ની તેજી જોવા મળી છે. ક્રૂડની વાત કરીએ તો વિવિધ દેશોમાં લોકડાઉનના કારણે માંગ ઘટતા ભાવ સોમવારે લગભગ 18 વર્ષની નીચલી સપાટીએ પહોંચ્યા છે. જો કે, મંગળવારે બ્રેન્ટ ક્રૂડ વાયદા નીચલી સપાટીએથી 25 ટકા વધીને $23.01 પ્રતિ બેરલ  નજીક બોલાઈ રહ્યા છે.

સોઉર્સ: સંદેશ


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment