ભારતે શ્રીલંકાને 78 રને હરાવી સીરિઝ 2-0થી પોતાના નામે કરી, બુમરાહ T-20માં ઇન્ડિયા માટે હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યો

ભારતે શ્રીલંકાને 78 રને હરાવી સીરિઝ 2-0થી પોતાના નામે કરી, બુમરાહ T-20માં ઇન્ડિયા માટે હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યો
  • ભારતે 201 રન કર્યા, શ્રીલંકા 15.5 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ
  • બુમરાહે 44 T-20માં 53 વિકેટ લીધી, અશ્વિન અને ચહલને પાછળ છોડ્યા
  • વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી ઝડપી 196 ઇનિંગ્સમાં 11 હજાર રન પૂરા કર્યા 
  • ભારત શ્રીલંકા સામે સતત 12મી બાઈલેટરલ સીરિઝ (બધા ફોર્મેટ) જીત્યું, છેલ્લે 2008માં હાર્યું હતું

ભારતે ત્રીજી T-20માં પુણે ખાતે શ્રીલંકાને 78 રને હરાવ્યું છે. આ સાથે ઇન્ડિયાએ સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. ભારતે લંકા સામે છઠ્ઠી સીરિઝ જીતી છે. 202 રનના લક્ષ્યોના પીછો કરતા લંકા 15.5 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના ધનંજય ડી સિલ્વાએ 57 અને એન્જલો મેથ્યુઝે 31 રન કર્યા હતા. ભારત માટે નવદીપ સૈનીએ 3, શાર્દુલ ઠાકુર અને સુંદરે 2-2 અને બુમરાહે 1 વિકેટ લીધી હતી.

બુમરાહ T-20માં ભારત માટે હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યો
જસપ્રીત બુમરાહે 53* વિકેટ સાથે T-20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. આ સૂચિમાં યૂઝવેન્દ્ર ચહલ અને રવીચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. તે બંનેએ અનુક્રમે 37 અને 46 મેચમાં 52 વિકેટ લીધી છે.

T-20માં એક ટીમ સામે સૌથી વધુ જીત:

મેચજીતટીમવિરુદ્ધ
1913ભારતશ્રીલંકા
2113પાકિસ્તાનલંકા/ કિવિઝ
2113ઇંગ્લેન્ડન્યૂઝીલેન્ડ
1512અફઘાનિસ્તાનઆયર્લેન્ડ

કેપ્ટન તરીકે સૌથી ઝડપી 11 હજાર રન:

ઇનિંગ્સકેપ્ટન
196વિરાટ કોહલી
252રિકી પોન્ટિંગ
265ગ્રેમ સ્મિથ

ભારતે 202 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારતે ત્રીજી T-20માં પુણે ખાતે શ્રીલંકાને 202 રનનો લક્ષ્યાંક આપ્યો છે. લોકેશ રાહુલ અને શિખર ધવને ટીમની શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 97 રન જોડ્યા હતા. રાહુલે 54 અને ધવને 52 રન કર્યા હતા. ધવને T-20માં 15 ઇનિંગ્સ પછી ફિફટી મારી, છેલ્લે નવેમ્બર 2018માં ફિફટી મારી હતી. લંકા માટે સંદકને ત્રણ, જ્યારે કુમારા અને હસરંગાએ 1-1 વિકેટ ઝડપી હતી.

અંતિમ 2.2 ઓવરમાં મનીષ પાંડે અને શાર્દુલ ઠાકુરે ટીમને ફિનિશિંગ ટચ આપ્યો હતો. પાંડેએ 18 બોલમાં 31 અને ઠાકુરે 8 બોલમાં 22 રન કર્યા, બંનેએ 14 બોલમાં 37 રન ફટકાર્યા હતા. મિડલ ઓર્ડરમાં સંજુ સેમસન (6) અને શ્રેયસ ઐયર (4) ફ્લોપ રહ્યા હતા. ફોર્મમાં જણાતો વિરાટ કોહલી 26 રને રનઆઉટ થયો હતો. જ્યારે સુંદર પ્રથમ બોલે કુમારાની બોલિંગમાં થર્ડમેન પર સંદકનના હાથે કેચ આઉટ થયો હતો.

શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ લીધી

શ્રીલંકાના કેપ્ટન લસિથ મલિંગાએ ભારત સામેની ત્રીજી T-20માં પુણે ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઈંગ 11માં ત્રણ ફેરફાર કર્યા છે. સંજુ સેમસન, મનીષ પાંડે અને યૂઝવેન્દ્ર ચહલને ઋષભ પંત, શિવમ દુબે અને કુલદીપ યાદવની જગ્યાએ તક મળી છે. સેમસન 4.5 વર્ષ પછી ભારત માટે રમશે. બીજી તરફ શ્રીલંકાએ પણ પોતાની પ્લેઈંગ 11માં બે ફેરફાર કર્યા છે. એન્જલો મેથ્યુઝ અને એલ સંદકન ઇસુરુ ઉડાના અને રાજપક્ષની જગ્યાએ રમી રહ્યા છે.

ભારતની પ્લેઇંગ 11: શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન) , શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), મનીષ પાંડે, સુંદર, ચહલ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની અને જસપ્રીત બુમરાહ

શ્રીલંકાની પ્લેઇંગ 11: ગુનતિલકા, ઓ ફર્નાન્ડો, આવિષ્કા ફર્નાન્ડો, કુશલ પરેરા (વિકેટકીપર), એન્જલો મેથ્યુઝ, ધનંજય ડી સિલ્વા, શનકા, હસરંગા, સંદકન, લસિથ મલિંગા (કેપ્ટન) અને કુમારા

ભારત માટે 2 T-20 વચ્ચે સૌથી વધુ સમય:

  • 73 T-20: સંજુ સેમસન (2015-20) **
  • 65 T-20: ઉમેશ યાદવ (2012-18)
  • 56 T-20: દિનેશ કાર્તિક (2010-17)
  • 43 T-20: મોહમ્મદ શમી (2017-19)

ટીમ ઇન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ છે. ગુવાહાટીમાં પ્રથમ મેચ વરસાદના લીધે રદ થઈ હતી. બીજી મેચમાં ઇન્દોર ખાતે ભારતે લંકાને 7 વિકેટે હરાવ્યું હતું. પુણેમાં બંને ટીમ બીજી વખત ટકરાશે. 2016માં લંકાએ ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ભારત આજે જીતે તો લંકા સામે છઠ્ઠી સીરિઝ પોતાના નામે કરશે. બંને દેશ વચ્ચે અત્યાર સુધીમાં 6 સીરિઝ રમાઈ છે. ભારતે 5 જીતી છે, જ્યારે 2009માં સીરિઝ 1-1થી ડ્રો રહી હતી.


સોઉર્સ: https://www.divyabhaskar.co.in/sports/cricket/latest-news/news/india-vs-sri-lanka-third-t-20i-live-updates-126484214.html?ref=ht


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment