ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું, T-20માં સૌથી વધુ ચોથી વખત 200+નો ટાર્ગેટ ચેઝ કર્યો

ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું, T-20માં સૌથી વધુ ચોથી વખત 200+નો ટાર્ગેટ ચેઝ કર્યો

ભારતે પ્રથમ T-20માં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. ભારતે 204 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં ચેઝ કર્યો હતો. ટીમ ઇન્ડિયાએ T-20માં સૌથી વધુ ચોથી વખત 200+નો ટાર્ગેટ ચેઝ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 2 વાર, જયારે સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વિન્ડીઝ, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશે 1-1 વાર 200+નો ટાર્ગેટ ચેઝ કર્યો છે. ભારત 5 મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. બીજી T-20 26 જાન્યુઆરીએ આ મેદાન પર જ રમાશે.

રનચેઝમાં લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરે ફિફટી મારી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાહુલે 27 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 56 રન કર્યા હતા. જ્યારે ઐયરે 29 બોલમાં 5 ફોર અને 3 સિક્સ થકી 58 *રન કર્યા હતા. તેમજ કેપ્ટન વિરાટ કોહલીએ 45 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે ઈશ સોઢીએ 2 વિકેટ, જયારે મિચેલ સેન્ટનર અને ટિકનેરે 1-1 વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડે 6થી 10 ઓવર દરમિયાન માત્ર 23 રન કર્યા

ઓવર્સ
રનવિકેટ
1-6
680
6-10231
11-15522
16-20602
કુલ2035


રાહુલ-કોહલીની વિકેટ ગુમાવ્યા પછી ઐયર-પાંડેએ બાજી સંભાળી

ઓવર્સરનવિકેટ
1-6571
6-10581
11-15362
16-1953-
કુલ2044


ભારત સામે T-20Iમાં સૌથી વધુ વિકેટ:

  • 13 ઈશ સોઢી
  • 11 ઉમર ગુલ
  • 10 ડી ચમીરા/ શેન વોટ્સન/ મિચેલ સેન્ટનર

વિરાટ કોહલી ટિકનેરની બોલિંગમાં ગુપ્ટિલ દ્વારા કેચ આઉટ થયો હતો. ગુપ્ટિલે ડીપ મિડવિકેટ પરથી દોડીને તેનો સારો કેચ ઝડપ્યો હતો. ઇન્ડિયન કેપ્ટને 32 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 45 રન કર્યા હતા. લોકેશ રાહુલ ઈશ સોઢીની બોલિંગમાં સાઉથીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 56 રન કર્યા હતા. તે પહેલા રોહિત શર્મા મિચેલ સેન્ટનરની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર ટેલરના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતને આઉટ કરીને કિવિ સ્પિનરે T-20માં 50મી વિકેટ લીધી.

કિવિઝે 204 રનનો લક્ષ્યાંક આપ્યો

ન્યૂઝીલેન્ડે પાંચ T-20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતને 204 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કિવિઝે 20 ઓવરમાં 5 વિકેટે 203 રન કર્યા છે. તેમના માટે ઓપનર કોલિન મુનરો, કેન વિલિયમ્સન અને રોસ ટેલરે ફિફટી ફટકારતા અનુક્રમે 59, 51 અને 54 રન કર્યા હતા. ભારત માટે શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

મુનરોએ T-20માં 10મી ફિફટી મારી

મુનરોએ T-20માં કરિયરની 10મી ફિફટી મારી હતી. તે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ડીપ સ્કવેર લેગ પર ચહલ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 42 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 59 રન કર્યા હતા. તે પહેલા માર્ટિન ગુપ્ટિલ શિવમ દુબેની બોલિંગમાં ડીપ સ્કવેરલેગમાં રોહિતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 30 રન કર્યા હતા.

ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પાંચ T-20ની સીરિઝની પ્રથમ મેચમાં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડમાં ભારત અત્યાર સુધીમાં 5 T-20 રમ્યું છે અને તેમાંથી માત્ર એક જીત્યું છે. ભારતે 8 ફેબ્રુઆરી 2019ના ઓકલેન્ડમાં જ યજમાનને 7 વિકેટે હરાવ્યું હતું. બંને દેશ વચ્ચે 11 T-20 રમાઈ છે. ટીમ ઇન્ડિયાએ 3 મેચમાં જીત મેળવી, જ્યારે 8માં હારનો સામનો કર્યો છે.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, કેએલ રાહુલ(વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: કેન વિલિયમસન (કેપ્ટન),કોલિન મુનરો, માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સેઈફર્ટ (વિકેટકીપર), હમિશ બેનેટ, ઇશ સોઢી, ટિમ સાઉથી અને બ્લેર ટિકનર.

સોઉર્સ: https://www.divyabhaskar.co.in/sports/cricket/latest-news/news/india-vs-new-zealand-first-t20i-at-eden-park-auckland-live-updates-126595477.html?ref=ht&sld_seq=1


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment