સંક્રમણના 588 કેસ અને 11 મોત; કોરોના સામે લડત આપવા ભારતીય સેના સજ્જઃ બિપિન રાવત

નવી દિલ્હીઃ દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ કોરોના સંક્રમણના સંકજામાં આવી ગયા છે. સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર સુધી 588 થઈ ગઈ છે, અને અત્યાર સુધી 11 લોકોના જીવ ગયા છે. તમિલનાડુના મદુરૈમાં સવારે 54 વર્ષીય સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે 112 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ 109 કેસ સાથે બીજા નંબરે છે. મંગળવારે અડધી રાતે આગામી 21 દિવસો માટે તમામ રાજ્યોમાં લોકડાઉન કરવાની વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી. આ સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં આના માટે સેના બોલાવવી પડી હતી. જો આપણા અહીંયા સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે. 

હવે મુદરૈમાં 54 વર્ષના દર્દીએ દમ તોડ્યો; 15 દિવસમાં 11 લોકોના મોત, આમાથી 8ને પહેલાથી ડાયાબિટીસની બિમારી  હતી 

કોરોનાના સંક્રમણના કારણે 15 દિવસમાં 11 લોકોના મોત થઈ ગયા છે. બુધવારે સવારે મદુરૈમાં 54 વર્ષીય કોરોના સંક્રમિત દર્દીનું મોત થઈ ગયું છે. તમિલાનડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજય ભાસ્કરે કહ્યું કે, દર્દીને લાબાં સમયથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા હતી. 

અપડેટ્સ 

12:40 PM  COVID-19 સામે લડત આપવા  ઈન્ડિયન આર્મી  રાષ્ટ્રને ટેકો આપતા આદેશની બહાર કામ કરશે: જનરલ બિપિન રાવત

12:31 PM  કોરોના વાઈરસના કહેરના કારણે પુડ્ડુચેરીમાં ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે સાથે તમામને પાસ એટલે કે ‘ઓલ પાસ’ જાહેર કરી દેવાયા છે.

12:24 PM  રાજસ્થાનઃ અહીંયા ચાર નવા કેસ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી બે વ્યક્તિ ભીલવાડાના મેડિકલ સ્ટાફના છે. હવે રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 36એ પહોંચ્યો છે. 

ડરીને ખરીદી ન કરશો, જરૂરિયાત વાળી વસ્તુઓ જ લેશોઃ કેજરીવાલ 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોનાને હરાવવા માટે આપણે બધાએ ઘરે રહેવું જોઈએ. ગભરાવાની જરૂર નથી. વડાપ્રધાન મોદીના ભાષણ બાદ મંગળવારે લોકોએ જરૂરી ચીજો ખરીદવા માટે દુકાનો પર ભીડ જમાવી હતી. હું ફરી લોકોને અપીલ કરીશ કે તે ગભરાઈને ખરીદી ન કરે. હું લોકો આશ્વાસન આપું છું કે એવી વસ્તુઓમાં કોઈ ઘટાડો નહીં થાય. જરૂરી સેવાઓ આપનારા લોકો પાસે આઈ કાર્ડ નથી સરકાર તેમને આપશે. 

પીલીભીતમાં વધુ એક પોઝિટિવ કેસ 
ઉત્તરપ્રદેશના પીલીભીતમાં કોરોના વાઈરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિ વિદેશ નહતો ગયો, પરંતુ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવીને સંક્રમણનો શિકાર બન્યો હતો. ઉત્તરપ્રદેશમાં કોરોના વાઈરસના 36 પોઝિટિવ કેસ મળ્યા છે.    

આજે ઈન્દોરમાં 4 અને ઉજ્જૈનમાં એક પોઝિટિવ કેસ મળ્યા, રાજ્યના 6 જિલ્લામાં સંક્રમણ 

મધ્યપ્રદેશમાં જબલપુર, ભોપાલ બાદ બુધવારે ઈન્દોર અને ઉજ્જૈનમાં પણ કોરોના વાઈરસના સંક્રમિત દર્દી મળ્યા છે. ઈન્દોરમાં પોઝિટિવ મળ્યા 4 દર્દીમાંથી ૩ એક જ પરિવારના છે, જેમાંથી ગત દિવસો ઋષિકેશથી પાછા આવ્યા હતા. તેમણે શહેરના બોમ્બે હોસ્પિટલ, અરિહંત હોસ્પિટલ અને એમવાય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઉજ્જૈનમાં 4 દિવસથી ભરતી મહિલાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ રાજયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 14 થઈ ગઈ છે. અત્યાર સુધી જબલપુરમાં 6, ભોપાલ, ગ્વાલિયર અને શિવપુરીમાં એક-એક પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. 

  • મહારાષ્ટ્રમાં સાંગલીમાં એક જ પરિવારના 5 વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવની સંખ્યા 112 પર પહોંચી.
  • મધ્યપ્રદેશના ઈન્દોરમાં 6 લોકોના કોરોનાથી પોઝિટિવ મળી આવ્યા છે, જેમાંથી પાંચ લોકો ઈન્દોરના અને એક ઉજ્જૈનનો રહેવાસી છે. 
  • ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્ય અને જિલ્લા સ્તરે 24 કલાક કામ કરવા વાળો કંટ્રોલ રૂમ બનાવવા માટે કહ્યું છે. 
  •  મહાન એરલાઈન્સનું વિમાન ઈરાનના તેહરાન શહેરથી 277 ભારતીયોને લઈને દિલ્હીને પહોંચ્યુું
  • ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે, રાજ્યમાં તમામ જરૂરી સામાનની દુકાનો સવારે 7 થી 10 વાગ્યા સુધી ખુલી રહેશે. 
  • છત્તીસગઢમાં સરકારે તમામ ગરીબ પરિવારે એપ્રિલ અને મે મહિનામાં સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ મફત ચોખા આપવાની જાહેરાત કરી છે. 
  •  ઉત્તરપ્રદેશ-દિલ્હી બોર્ડર પર પોલીસની બેરકેડિંગ ચાલું છે. પોલીસ માત્ર જરૂરી સામાન વાળી ગાડીઓને જવાની મંજૂરી આપી રહી છે. 

સોઉર્સ: દિવ્યભાસ્કર


Comments

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment