સપ્તાહના પહેલાં દિવસે સેન્સેક્સ 442 અંક ઘટ્યો, નિફ્ટી 8500ની સપાટી વટાવી; કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા
મુંબઈ: શુક્રવારે ભારતીય શેરબજારમાં ઘટાડો થયા પછી સપ્તાહની શરૂઆતમાં સોમવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મલ્યો હતો. સેન્સેક્સ 442 પોઈન્ટ ઘટીને 2886 પોઈન્ટ પર છે. આ જ રીતે નિફ્ટી પણ 121 અંક ઘટીને 8538ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. 21 દિવસના લોકડાઉનમાં અર્થવ્યવસ્થા અને સામાન્ય માણસોને રાહત આપવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી ઘણાં પગલાં લેવામાં આવ્યા છે. આરબીઆઈએ રેપો રેટ ઘટાડાની સાથે ઈએમઆઈ પેમેન્ટ ત્રણ મહિના આગળ વધારવાની જાહેરાત કરી છે.
શુક્રવારે ઘટીને બંધ થયા હતા અમેરિકન બજાર
શુક્રવારે અમેરિકન બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેરોજગારી વધવાની આશંકાના કારણે ડાઉ જોન્સ અને અન્ય બજાર ઉપર પ્રેશર જોવા મળ્યું હતું. ડાઉજોન્સ 4.06 ટકા ઘટીને 21,636.80ની સપાટીએ બંધ થયો હતો. નેસ્ડેક કંપોઝિટ 3.79 ટકા એટલેકે 295.16 પોઈન્ટ નીચે 7,502.38એ સપાટીએ બંધ થયો હતો. આ જ રીતે એસએન્ડપી 3.37 ટકા નીચે રહ્યો હતો. વેપાર પૂરા થતા સમયે એસએન્ડપી 88.60 અંક નીચે 2,541.47 પોઈન્ટ પર વેપાર કરી રહ્યા છે.
RBI દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા તેમ છતાં શુક્રવારે માર્કેટ પડ્યું
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં સતત વધ-ઘટ જોવા મળી હતી. સેન્સેક્સ 801 પોઈન્ટ અને નિફ્ટી 307 પોઈન્ટ પ્લેસમાં ખુલ્યા હતા. પરંતુ 11 વાગ્યા પછી વૈશ્વિક બજારો બંધ થતાં ભારતીય શેરબજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 131 પોઈન્ટ ઘટીને 0.44 ટકાના ઘટાડા સાથે 29.815ની સપાટીએ બંધ થયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારપછી પણ બજારમાં તેજી જોવા નહતી મળી. આ પહેલાં ગુરુવારે સેન્સેક્સે 1410.99 અંકના વધારા સાથે 29,946.77 અને નિફ્ટી 326 પોઈન્ટ વધીને 8,641ની સપાટીએ વેપાર ખતમ કર્યો હતો.
Comments
Test name February 19, 2016 Reply
There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.
Test name February 19, 2016
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
Test name February 19, 2016Reply
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.