બિલ ગેટ્સે જ્યારે કહ્યું કે, કેવી રીતે એક અખબાર વિક્રેતાએ તેમને અમીર-ગરીબ વચ્ચેનું અંતર સમજાવ્યું અને મદદ લેવાની ના પાડી દીધી

બિલ ગેટ્સે જ્યારે કહ્યું કે, કેવી રીતે એક અખબાર વિક્રેતાએ તેમને અમીર-ગરીબ વચ્ચેનું અંતર સમજાવ્યું અને મદદ લેવાની ના પાડી દીધી

માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તમે તમારાથી વધુ શ્રીમંત હોય એવી કોઈ વ્યક્તિને ઓળખો છો, તો તેમણે એક કિસ્સો સંભળાવ્યો. તેમણે કહ્યું કે, એક વ્યક્તિ છે, કેમ કે તેણે કોઈની મદદ કરવા માટે શ્રીમંત બનવાની રાહ જોઈ ન હતી. એ કોણ છે, વાંચો, તેમના જ શબ્દોમાં -

બિલ ગેટ્સે કહ્યું, હા, હું એક એવી વ્યક્તિને ઓળખું છું, જે મારાથી પણ વધુ શ્રીમંત છે. હું તેને ત્યારે મળ્યો હતો, જ્યારે હું આટલો શ્રીમંત અને લોકપ્રિય ન હતો. હું ન્યૂયોર્ક એરપોર્ટ પર હતો અને એક ન્યૂઝ પેપર વિક્રેતાને જોયો. હું એક અખબાર ખરીદવા માગતો હતો, પરંતુ મારી પાસે છૂટા પૈસા ન હતા. મેં અખબાર ખરીદવાનો વિચાર છોડી દીધો અને દુકાનેથી પાછો ફરવા લાગ્યો. આથી, પેલાએ કહ્યું કે, હું તમને આ અખબાર મફતમાં આપું છું. તેના આગ્રહ પર મેં અખબાર લઈ લીધું. સંયોગથી બે-ત્રણ મહિના પછી હું ફરી એ જ એરપોર્ટ પર ઉતર્યો અને ફરીથી મારી પાસે અખબાર ખરીદવા છૂટા પૈસા ન હતા. એ અખબાર વિક્રેતાએ ફરી ફ્રીમાં અખબાર આપવાનો આગ્રહ કર્યો તો મેં ના પાડી દીધી.

આથી પેલા વેન્ડરે કહ્યું કે, તમે લઈ લો, હું તમારી સાથે મારો પ્રોફિટ શેર કરું છું. મને નુકસાન નહીં થાય. આથી મેં અખબાર લઈ લીધું. આ વાતને 19 વર્ષનો સમય પસાર થઈ ગયો અને હું એક સફળ વ્યક્તિ બની ગયો હતો. એક દિવસ અચાનક મને એ વ્યક્તિની યાદ આવી અને હું તેને શોધવા લાગ્યો. લગભગ દોઢ મહિનાની શોધખોળ પછી હું એ વ્યક્તિને શોધી શક્યો. મેં તેને પુછ્યું, શું તું મને ઓળખે છે? પેલાએ કહ્યું, હા, તમે બિલ ગેટ્સ છો. મેં તેને ફરી પુછ્યું - શું તને યાદ છે કે તેં મને એક સમયે ફ્રીમાં અખબાર આપ્યા હતા. પેલા વ્યક્તિએ જવાબ આપ્યો, હા મને યાદ છે, આવું બે વખત થયું હતું. આથી મેં કહ્યું, એ સમયે કરેલી મદદને હું ચૂકવવા માગું છું. તું જીવનમાં શું ઈચ્છે છે, હું તેને પૂરી કરી આપીશ.

આથી પેલા વ્યક્તિએ કહ્યું, સર, શું તમને એવું નથી લાગતું કે આમ કરીને પણ તમે મારી બરાબરી નહીં કરી શકો? મેં પુછ્યું - કેમ? તો તેણે કહ્યું, મેં તમારી મદદ ત્યારે કરી હતી જ્યારે હું એક ગરીબ અખબાર વિક્રેતા હતો અને તમે મારી મદદ ત્યારે કરવા માગો છો, જ્યારે તમે આ દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છો. તમારી મદદ મારી મદદ સાથે કેવી રીતે મેચ કરી શકે છે? એ દિવસે મને થયું કે, આ ન્યૂઝપેપર વેન્ડર મારાથી પણ શ્રીમંત છે. કેમ કે, તેણે કોઈની મદદ કરવા શ્રીમંત બનવાની રાહ જોઈ નથી. લોકોએ આ સમજવાની જરૂર છે કે, સાચો શ્રીમંત એ છે, જેની પાસે અઢળક પૈસાના બદલે મોટું મન છે. બીજાની મદદ કરવા મોટું મન હોવું જરૂરી છે.

Source: www.divyabhaskar.co.in

Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment