મુંબઈમાં જન્મેલા પરાગ ટ્વિટરના નવા CEO બન્યા, વાર્ષિક પેકેજ રૂપિયા સાડા સાત કરોડ

મુંબઈમાં જન્મેલા પરાગ ટ્વિટરના નવા CEO બન્યા, વાર્ષિક પેકેજ રૂપિયા સાડા સાત કરોડ

ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના CEO પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રથમ અમેરિકાનું મીડિયા નેટવર્ક CNBCના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોર્સી પદ છોડવા માટે તૈયાર છે. આ સમાચાર આવ્યા પછી પરાગ અગ્રવાલ કંપનીના નવા CEO હશે. 37 વર્ષીય પરાગે ખુદ એને સન્માન ગણાવ્યું છે. તેઓ હજુ પણ કંપનીમાં ચીફ ટેક્નોલોજી ઓફિસરના હોદ્દા પર હતા. તેઓ 10 વર્ષ પહેલાં કંપનીમાં જોડાયા હતા.પરાગ હવે વિશ્વની ટોપ 500 કંપનીના સૌથી યુવા CEO બની ગયા છે. ટ્વિટરે તેમની જન્મ તારીખ જાહેર કરી નથી, પરંતુ તેમણે જણાવ્યું છે કે તેમનો જન્મ 1984માં થયો છે. પરાગ અગ્રવાલને કંપની તરફથી એક મિલિયન ડોલર (7,50,54,500 રૂપિયા)નું વાર્ષિક પેકેજ મળશે.

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના CEO પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેમની જગ્યાએ હવે ભારતીય મૂળના પરાગ અગ્રવાલ જવાબદારી સંભાળશે. પરાગ અગ્રવાલને ટ્વિટરના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડોર્સીએ પરાગ અગ્રવાલની CEO તરીકેની નિમણૂક બદલ પ્રશંસા કરી હતી.

ડોર્સીએ પરાગની પ્રશંસા કરાતાં કહ્યું હતું કે ટ્વિટરના નવા CEO તરીકે તેમને પરાગ પર ભારે વિશ્વાસ છે. છેલ્લાં 10 વર્ષમાં તેમનું કામ શાનદાર રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ પરાગનાં વ્યક્તિત્વ અને કાર્યક્ષમતાથી ખૂબ જ પ્રભાવી છે. હવે તેમના માટે નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે.

કોણ છે પરાગ અગ્રવાલ?
પરાગ અગ્રવાલનો જન્મ મુંબઈમાં થયો હતો. પરાગના અભ્યાસની વાત કરીએ તો પરાગે પ્રાથમિક શિક્ષણ Central School માં મેળવ્યું હતું. તેણે કમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. તેણે IIT બોમ્બેમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી છે. આ પછી તેમણે કેલિફોર્નિયા, યુએસએમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (Stanford University)માં કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કર્યું છે. તેમની ઉંમર 37 વર્ષની છે.

પરાગ અગ્રવાલ અત્યારસુધી ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) એટલે કે મુખ્ય ટેક્નિકલ અધિકારી હતા અને સંપૂર્ણ ટેક્નિકલ જવાબદારી સંભાળી રહ્યા હતા. ડોર્સીના જણાવ્યા મુજબ, પરાગ અગ્રવાલે ટ્વિટરમાં એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. હવે તેઓ CEOનું પદ સંભાળવા જઈ રહ્યા છે.

પરાગે માઇક્રોસોફ્ટ અને યાહૂમાં પણ સેવા આપી છે
અગ્રવાલ 2011માં ટ્વિટર સાથે જોડાયા હતા. ત્યારથી તેઓ માત્ર ટ્વિટરમાં જ કામ કરી રહ્યા છે. વર્ષ 2017માં તેમને કંપનીના સીટીઓ બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેઓ કંપનીમાં જોડાયા ત્યારે કર્મચારીઓની સંખ્યા 1000 કરતાં ઓછી હતી. ટ્વિટર જોઇન કરતાં પહેલાં પરાગે માઇક્રોસોફ્ટ અને યાહૂમાં પણ સેવા આપી હતી.

પરાગે આભાર વ્યક્ત કર્યો
ટ્વિટરના CEO તરીકે નિયુક્ત થયા બાદ પરાગ અગ્રવાલે ટ્વિટર પર જેક ડોર્સીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે નિમણૂક કરીને તેઓ ખૂબ જ સન્માનિત થયાનું અનુભવી રહ્યા છે અને ખુશ છે. તેમણે સતત માર્ગદર્શન અને મિત્રતા માટે ડોર્સીનો આભાર માન્યો છે.

એક પુત્ર પણ છે જેનું નામ અંશ
પરાગ અને વિનીતા બંને કેલોફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે. તેમનો એક પુત્ર પણ છે જેનું નામ અંશ છે. વિનીતા બિગહેટ બાયોસાયન્સ સાથે પણ કામ કરે છે. તેણે મેડિકલ અને ટેકનિકલ ફિલ્ડમાં અત્યાર સુધી ઘણું કામ કર્યું છે.

વિનિતાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો
એજ્યુકેશનની વાત કરીએ તો વિનિતાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેણે મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલીજીથી પીએચડી પણ કર્યું છે. વિનીતાએ ઇન્સ્ટીટ્યુટ ઓફ હાર્વર્ડ એન્ડ એમઆઈટીથી જીનેટિક બેસિસ ઓફ કોમન ડીસીઝનો અભ્યાસ પણ કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર પોતાના માતા-પિતાની પણ એક તસવીર શેર કરી છે. આ તસવીર પર અનેક લોકોએ કોમેન્ટ કરી છે કે પરાગના પિતાના ચહેરા પર ગર્વ અને ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. કેમ ન હોય, પરાગ અગ્રવાલે એવી સફળતા મેળવી છે કે મોટાભાગના લોકો તેનું સપનું પણ ન જોઈ શકે.

પરાગનો જન્મ અને ઉછેર ભારતમાં જ થયો છે. IIT બોમ્બેથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરાગ કારકિર્દી માટે અમેરિકા ચાલ્યા હતા. અમેરિકા ગયા બાદ પરાગે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી પીએચડી કર્યું છે. આ જ યુનિવર્સિટીથી વિનિતાએ પણ અભ્યાસ કર્યો છે.

Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment