રિલાયન્સ જિયોની ડીલ થવાથી રોકાણકારોને બમ્પર લાભ, આઠ ડીલથી રોકાણકારોની સંપત્તિમાં 2.60 લાખ કરોડનો ઉમેરો થયો
મુંબઈ. દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) માટે છેલ્લા બે મહિના ખૂબ જ સારા રહ્યા છે કારણ કે આ અવધિમાં કંપનીના શેરના ભાવમાં આશરે 85 ટકાનો સુધારો જોવા મળ્યો છે. જિયોમાં 8 જેટલી કંપનીના રોકાણ બાદ RILના રોકાણકારોની સંપત્તિ (Market Capitalization)માં આશરે અઢી લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આજે શેરબજારમાં કંપનીના શેરના ભાવ ઈન્ટ્રા-ડેમાં રૂપિયા 1,624 બોલાયો હતો.
માર્ચ મહિનામાં RILના શેરની કિંમતમાં મોટો કડાકો થયો હતો
આંકડાકીય માહિતીને જોઈએ તો માર્ચ મહિનામાં વેચવાલીના ભારે દબાણ હેઠળ કંપનીના શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. શેરનો ભાવ એક તબક્કે ગગડીને રૂપિયા 867 બોલાઈ ગયો હતો. જોકે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે આ શેરમાં ખરીદદારી જોવા મળી હતી અને હાલમાં શેરનો ભાવ રૂપિયા 1,570 પર કામકાજ ધરાવે છે. આમ આ બે મહિનામાં શેરની કિંમતમાં આશરે 85 ટકાનો ઉછાળો નોંધાયો છે. જિયોમાં ડીલ કરવાની શરૂઆત થઈ ત્યારથી શેરની કિંમતમાં સુધારો જોવા મળે છે.
22 એપ્રિલના રોજ જિયોમાં હિસ્સેદારીના વેચાણ માટે પહેલી ડીલ થઈ
જિયોમાં પહેલી ડીલ ફેસબૂક સાથે 22 એપ્રિલના રોજ થઈ હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં 8 કંપનીએ હિસ્સેદારીની ખરીદી કરી છે. ગઈકાલે અબૂધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રૂપિયા 5,683 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સોમાવરે ઈન્ટ્રા-ડેમાં શેરના ભાવમાં 2.74 ટકાની તેજી જોવા મળી હતી. તેને લીધે કંપનીનું બજાર મૂડીકરણ રૂપિયા 10.98 લાખ કરોડ થઈ ગયું હતું.
અત્યાર સુધીમાં જિયોને રૂપિયા 97,000 કરોડ મળ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે 8 કંપનીએ જિયો પ્લેટફોર્મમાં અત્યાર સુધીમાં 97,800 કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિયોમાં 21.06 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. બજાર વિશ્લેષકોનું માનવું છે કે શેરની કિંમત રૂપિયા 2,000ની સપાટી સ્પર્શી શકે છે. કંપની દેવામુક્ત થવા જઈ રહી છે.
RILએ તેની હરિફ કંપનીની તુલનામાં વધારે સારું વળતર આપ્યું
23 માર્ચના રોજ નીચલા સ્તરને સ્પર્શ કર્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં રિલાયન્સ હરિફ કંપનીની તુલનામાં સૌથી વધારે સુધારો નોંધાવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જીરો ડેટવાળી અન્ય સ્પર્ધક કંપનીની તુલનામાં પહેલી કંપની હશે. અત્રે ઉલ્લેખનીય છે કે જિયો પ્લેટફોર્મની પહેલી ડીલ થઈ ત્યારથી અત્યાર સુધીમાં રિલાયન્સનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 2,69,311 કરોડ વધ્યું છે.
મેગા રાઈટ ઈશ્યુ મારફતે રૂપિયા 53,124 કરોડ ઉભા કર્યાં
RIL ભારત ઉપરાંત વૈશ્વિક બજારોમાં પણ વ્યાપક સંભાવના ધરાવે છે. આ કંપની વિશ્વના કોઈ બજારમાં લિસ્ટીંગ કરાવી શકે છે અને તેની કંપની પર પોઝિટિવ અસર થઈ શકે છે. જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ સમય ગાળા દરમિયાન મેગા રાઈટ્સ ઈસ્યુથી રૂપિયા 53,124 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે. કંપનીનો રાઈટ ઈશ્યુ 1.59 ગણો છલકાયો હતો.
સોઉર્સ: દિવ્યભાસ્કર
Comments
Test name February 19, 2016 Reply
There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.
Test name February 19, 2016
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
Test name February 19, 2016Reply
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.