ટ્રમ્પના સમર્થકોના હંગામા પછી સંસદની કાર્યવાહી ફરી શરૂ, વડાપ્રધાન મોદીએ પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

ટ્રમ્પના સમર્થકોના હંગામા પછી સંસદની કાર્યવાહી ફરી શરૂ, વડાપ્રધાન મોદીએ પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી જે વાતનો ડર હતો એ જ બન્યું. બુધવારે અહીં સંસદનાં બંને ગૃહો જો બાઈડનની જીત પર મહોર લગાવવા કાર્યરત થયાં. કાઉન્ટિંગ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થક સંસદના બિલ્ડિંગ (કેપિટલ હિલ)માં ઘૂસી ગયા. આ દરમિયાન ગોળીબાર પણ થયો અને એમાં એક મહિલાનું મોત થયું. થોડા કલાક પછી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (HOR)ના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું-અમે ડર્યા વિના પોતાનું કામ ચાલુ રાખીશું. જોકે એ સ્પષ્ટ નથી કે હવે બાઈડનની જીતની ઔપચારિક ઘોષણા ક્યારે કરવામાં આવશે. અહીં અમે તેમને આ ઘટના સાથે સંકળાયેલાં એપડેટ્સ આપી રહ્યાં છીએ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યું

વડાપ્રધાન કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં હોબાળાના સમાચારથી હેરાન છું, સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ. લોકતાંત્રિક પ્રક્રિયાને ગેરકાયદે હિંસક દેખાવોથી પ્રભાવિત ન કરી શકાય.

પ્રથમ સમગ્ર વિવાદ સંક્ષેપમાં સમજીએ
3 નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી થઈ. બાઈડનને 306 અને ટ્રમ્પને 232 વોટ મળ્યા. બધું સ્પષ્ટ થયા પછી પણ ટ્રમ્પે હાર ન કબૂલી. તેમનો આરોપ છે કે વોટિંગ દરમિયાન અને પછી કાઉન્ટિંગમાં મોટે પાયે ગરબડ થઈ છે. અનેક રાજ્યોમાં કેસ નોંધાવ્યા. મોટા ભાગના કિસ્સામાં ટ્રમ્પના સમર્થકોની અપીલ નકારાઈ છે. બે મામલામાં સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજીઓ ફગાવી દીધી. ચૂંટણીપ્રચાર દરમિયાન અને પછી ટ્રમ્પ ઈશારામાં હિંસાની ધમકી આપતા રહ્યા છે. બુધવારે થયેલી હિંસાએ સાબિત કરી દીધું કે સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પના સમર્થકોના પ્લાનને સમજવામાં નિષ્ફળ રહી.

સંસદમાં પછડાયા ટ્રમ્પ
એરિઝોના અને પેન્સિલવેનિયામાં બાઈડનની જીત વિરુદ્ધ વાંધો ઉઠાવ્યો હતો. પણ કોંગ્રેસ તેને ફગાવી દીધો છે. એરિઝોનાને લઈને આ મામલો વધું ફસાયો. પહેલા સેનેટમાં અહીંના પરિણામો પર વાંધો નોંધાવ્યો. જ્યારે તે નકારાયો તો મામલો હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ પાસે પહોંચ્યો. છેલ્લે અહીં પણ ઓબ્જેક્શન નકારી દેવાયો. સેનેટમાં તો ટ્રમ્પની પાર્ટીએ સાંભળવું પડ્યું. પ્રસ્તાવના પક્ષમાં 6 અને વિરોધમાં 93 વોટ પડ્યાં. પન્સિલવેનિયા અંગે રિપબ્લિકન સાંસદ જો હેલે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તે વાંધો ઉઠાવશે. તેમણે આવું કર્યું પણ. પરંતુ તેમને પૂરતું સમર્થન ન મળ્યું

કેપિટલ હિલમાં હિંસા
બુધવારે ઈલેક્ટોરલ કોલેજના વોટોની ગણતરી અને બાઈડનની જીત પર મહોર લગાવવા માટે સંસદનાં બંને ગૃહો, એટલે કે સેનેટ અને HORની બેઠક શરૂ થઈ. આ દરમિયાન જ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના સેંકડો સમર્થકો સંસદની બહાર એકત્ર થયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસ તેમને સમજાવે એ પહેલાં જ કેટલાક લોકો અંદર ઘૂસી ગયા. મોટે પાયે તોડફોડ કરવામાં આવી. હિંસા થઈ. આ દરમિયાન ગોળીબાર પણ થયો. કોણે કર્યો, કેમ કર્યો? એ સ્પષ્ટ નથી, પણ એક મહિલાનું મોત થઈ ગયું.

હાલમાં શું થઈ રહ્યું છે?
બંને ગૃહોમાં હંગામો કરનારાઓને કાઢી મુકાયા છે. હંગામા દરમિયાન સાંસદોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાયા હતા. તેઓ ફરી ગૃહમાં પહોંચ્યા. સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ.

ટ્રમ્પનો સૌથી મોટો ફજેતો
પ્રેસિડેન્ટ ઈલેક્ટની જીત પર મહોર લગાવવા માટે કોંગ્રેસ એટલે કે અમેરિકન સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવે છે. તેની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપતિ કરે છે. આ વખતે આ ખુરશી પર માઈક પેન્સ હતા. પેન્સ રિપબ્લિકન પાર્ટીના છે. ટ્રમ્પ પછી તેમનો જ નંબર આવે છે. તેઓ ટ્રમ્પના સમર્થકોની હરકતથી ગુસ્સામાં દેખાયા. તેમણે કહ્યું- આ અમેરિકન ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. હિંસાથી લોકતંત્રને દબાવી કે હરાવી શકાય નહીં. આ અમેરિકાની જનતાના વિશ્વાસનું કેન્દ્ર હતું, છે અને હંમેશાં રહેશે.

અમેરિકન સંસદમાં ફાયરિંગ
ન્યૂયોર્ક ટાઈમ્સે એક ફોટો દ્વારા જણાવ્યું છે કે જ્યારે ટ્રમ્પના સમર્થક સંસદમાં હિંસા આચરી રહ્યા હતા ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓએ તોફાનીઓ સામે રિવોલ્વર તાકી હતી. એક મહિલાનું મોત થયું. જોકે એ સ્પષ્ટ નથી કે મહિલાનું મોત પોલીસની ગોળીથી થયું કે ફાયરિંગ ક્યાંક બીજેથી થયું હતું.

આર્મીના સ્પેશિયલ ગાર્ડ્સ તહેનાત
ઘટના પછી ડીસીમાં ઉપસ્થિત યુએસ આર્મીના સ્પેશિયલ યુનિટને બોલાવવામાં આવ્યું. માત્ર 20 મિનિટમાં તેમણે મોરચો સંભાળ્યો. બધું મળીને 1100 સ્પેશિયલ ગાર્ડ્સ હજુ પણ કેપિટલ હિલની બહાર અને અંદર તહેનાત છે. રાજધાનીમાં કર્ફ્યૂ છે.

ફેસબુકે ટ્રમ્પનો વિડિયો હટાવ્યો, ટ્વિટરે પ્રતિબંધ લગાવ્યો
વોશિંગ્ટનમાં હિંસા વચ્ચે ફેસબુકે ડોનાલ્ડ ટ્રમ્પનો એક વિડિયો સાઈટ પરથી હટાવી લીધો છે. આ વિડિયોમાં ટ્રમ્પ પોતાના સમર્થકોને સંબોધિત કરતા દેખાય છે. ફેસબુકના વાઈસ-પ્રેસિડન્ટે કહ્યું હતું કે આવું કરવાથી હિંસા ઘટાડવામાં મદદ મળશે. જ્યારે, ટ્વિટરે પણ ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું.


Source: www.divyabhaskar.co.in


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment