IBMએ ફેશિયલ રિકગ્નિશન બિઝનેસનો વાવટો સંકેલ્યો

લંડન. અમેરિકી ટેક્નોલોજી કંપની આઇબીએમએ હવે સામાન્ય ઉદ્દેશ માટે ફેશિયલ રિકગ્નિશન કે એનાલિસિસ સોફ્ટવેર પૂરા પાડવાનું બંધ કરી દીધું છે. કંપનીના સીઇઓ અરવિંદ કૃષ્ણાએ અમેરિકી કોંગ્રેસના સભ્યોને લખેલા પત્રમાં કહ્યું છે કે ‘બ્લેક લાઇવ્સ મેટર’ દેખાવના કારણે કંપની ફેશિયલ રિકગ્નિશન સોફ્ટવેર પૂરા પાડવાનું બંધ કરશે. કંપની મોટા પાયે દેખરેખ અને રેસિઅલ પ્રોફાઇલિંગના હેતુ માટે આવી કોઇ પણ ટેક્નિકનો વિરોધ કરશે. કૃષ્ણાએ પોલીસને ગેરવર્તણૂક બદલ વધુ જવાબદેહી બનાવવા નવા સંઘીય નિયમો ઘડવાની પણ માગ કરી છે.

તેમણે કહ્યું કે કંપની ભીડ પર નજર રાખવા અને રેસિઅલ પ્રોફાઇલિંગ માટે કોઇ પણ સોફ્ટવેરના ઉપયોગની વિરુદ્ધ છે. આ ટેક્નિક પારદર્શિતા વધારી શકે છે અને પોલીસને સમુદાયોની રક્ષા કરવામાં મદદ કરી શકે છે પરંતુ ભેદભાવ કે વંશીય અન્યાયને પ્રોત્સાહન ન મળવું જોઇએ. કંપની હવે આ સોફ્ટવેરનું માર્કેટિંગ કે વેચાણ નહીં કરે, અપડેટ પણ નહીં આપે. સીએનબીસીના જણાવ્યાનુસાર આઇબીએમના ફેશિયલ રિકગ્નિશન બિઝનેસે ખાસ રેવન્યૂ જનરેટ નહોતી કરી.

સોઉર્સ: દિવ્યભાસ્કર


Comments

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment