IPOની તેજીનો લાભ ઉઠાવવામાં સરકાર નિષ્ફળ

IPOની તેજીનો લાભ ઉઠાવવામાં સરકાર નિષ્ફળ

IPOની તેજીનો લાભ ઉઠાવવામાં સરકાર નિષ્ફળ:
જાહેર ક્ષેત્ર માં માત્ર બે જ ઇસ્યુ

-જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી કુલ રૂ. ૧.૧૦ ટ્રિલિયનની રકમમાંથી જાહેર ક્ષેત્રની બે કંપનીઓએ રૂ. ૫૪૫૩ કરોડ ઊભા કર્યા

૨૦૨૧માં માત્ર બે સરકારી કંપની રેલટેલ કોર્પો.અને આઇઆરએફસીના ઇસ્યુ

૨૦૨૧ના વર્ષમાં જોવા મળેલી  ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ  (આઈપીઓ)ની  તેજીનો મોટાભાગનો લાભ ખાનગી કંપનીઓ જ ઉઠાવી રહી છે અને સરકાર આ લાભ ઉઠાવવામાં યા તો ઉદાસીન રહી છે અથવા તો તેમાં પાછળ પડી ગઈ  હોવાનું પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય છે.

દેશની સેકન્ડરી માર્કેટમાં તેજીની સાથોસાથ પ્રાઈમરી માર્કેટ પણ વર્તમાન વર્ષમાં ધમધમી રહી છ ે અને ૨૦૨૧માં  ૫૩  જેટલા   જાહેર ભરણાં મારફત કંપનીઓએ રૂપિયા ૧,૧૪, ૬૫૩  કરોડ ઊભા કરી લીધા  છે.
વર્તમાન વર્ષના નવેમ્બર સુધીમાં આવેલા બાવન આઈપીઓમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા લવાયેલા આઈપીઓની સંખ્યા માત્ર બે જ જોવા મળી છે. જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી કુલ રૂપિયા ૧.૧૦ ટ્રિલિયનની રકમમાંથી જાહેર ક્ષેત્રની બે કંપનીઓ દ્વારા રૂપિયા ૫૪૫૩ કરોડ ઊભા કરાયા છે, જે કુલ રકમના પાંચ ટકાથી પણ ઓછી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
વર્તમાન તેજીનો લાભ ઉઠાવવામાં સરકાર પાછળ રહી જવાના કારણોમાંનું એક કારણ અમલદારશાહી રહેલું હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
છેલ્લા બે વર્ષથી સરકાર એલઆઈસી આઈપીઓ લાવવાની વાત કરે છે. વર્તમાન તેજીમાં આ આઈપીઓ આવી જવો જોઈતો હતો એમ પણ તેમણે જણાવ્યું હતું. વર્તમાન કેલેન્ડર વર્ષ સમાપ્ત થવાને આરે છે અને નાણાં વર્ષ પૂરું થવાને ત્રણ મહિનાની વાર છે ત્યારે સરકાર એલઆઈસીનું ભરણું લાવી શકશે કે કેમ તે જોવાનું રહેશે.
એલઆઈસી, બીપીસીએલ બીજી કેટલીક કંપનીઓ ડિસઈન્વેસ્ટમેન્ટ કરવા સરકાર ઈરાદો  ધરાવે છે, પરંતુ તેમાં અપેક્ષિત ગતિ જોવા મળતી નથી. આઈપીઓ માટે ફાઈલિંગ્સ પણ ખાસ જોવા મળતા નથી.

૨૦૨૧માં  ૫૩  જેટલા   જાહેર ભરણાં મારફત કંપનીઓએ રૂપિયા ૧,૧૪, ૬૫૩  કરોડ ઊભા કરી લીધા  છે. જ્યારે જાહેર ક્ષેત્રની બે કંપનીઓ દ્વારા રૂપિયા ૫૪૫૩ કરોડ ઊભા કરાયા છે, જે કુલ રકમના પાંચ ટકાથી પણ ઓછી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. જે બે સરકારી કંપનીના આઇપીઓ આવ્યા છે તેમાં રેલટેલ કોર્પો.ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ (આઇઆરએફસી) કંપનીએ ચાલુ વષે ઇસ્યું રજૂ કર્યા હતા. આ બંને આઇપીઓ જાન્યુઆરી ૨૦૨૧માં આવ્યા હતા.


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment